Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વાહન ચાલકો માટે રાહતના સમાચાર, લાયસન્સ -RC સહિતના દસ્તાવેજોની વેલિડિટી લંબાવાઈ

વાહન ચાલકો માટે રાહતના સમાચાર, લાયસન્સ -RC સહિતના દસ્તાવેજોની વેલિડિટી લંબાવાઈ

0
95

વાહન ચાલકોને માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાત સરકારે કોરોનાને કારણે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક સહિતના દસ્તાવેજોની વેલિડિટી 31 ઓક્ટોબર 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર કમિશનરે એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. 01/08/2020 મુદત વીતી ગયેલા ( Expired ) દસ્તાવેજો તા.31/10/2021 સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે.

એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat