Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કંદોઇની હવે ખેર નથી, છુટક મીઠાઇના બોક્સ પર પણ એક્સપાયરી ડેટ ફરજિયાત

કંદોઇની હવે ખેર નથી, છુટક મીઠાઇના બોક્સ પર પણ એક્સપાયરી ડેટ ફરજિયાત

0
155
  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઑફ ઇન્ડીયાએ નોટિફિકેશન બહાર પાડ્યું
  • 1 ઓક્ટોબરથી છૂટક મીઠાઇઓ પર હવે એક્સપાયરી ડેટ ફરજિયાત
  • આ નિર્ણય બાદ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે

અમદાવાદ : કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઑફ ઇન્ડીયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં આજથી 1 ઓક્ટોબરથી છૂટક મીઠાઇઓ પર હવે એક્સપાયરી ડેટ (expiry date on sweets) ફરજિયાત લખવી પડશે. રાજ્યમાં અનેક મીઠાઇ અને ફરસાણની દુકાનો આવેલી છે. જ્યાં વેચાઇ રહેલા મીઠાઇના બોક્સ અને પેકેટ પર હવેથી ફરજિયાત બેસ્ટ બી ફોર ડેટ લખવી પડશે. જેનો અમલ આજથી જ કરાશે.

જો કે આ નિર્ણય બાદ વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું એમ છે કે આ નિર્ણયથી તેઓએ સ્ટાફ વધુ રાખવો પડશે તેમજ ગ્રાહકો જ જો જાતે મીઠાઇ ચાખીને લઇ જતા હોય તો પછી બેસ્ટ બી ફોર લખવાનો કોઇ અર્થ નથી.

આ પણ વાંચો: 101 દિવસની જંગ બાદ ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયાની સૌથી લાંબી કોવિડ સારવાર

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની વાત કરીએ તો અહીં વિવિધ વિસ્તારોમાં મીઠાઈ-ફરસાણની નાની મોટી થઈને 307 ઉપરાંત દુકાનો આવેલી છે. જ્યાં દુકાનની અંદર પ્રવેશતાની સાથે જ કાચના ડીસ્પ્લેમાં મીઠાઈઓ ગોઠવેલી હોય છે. છૂટક મીઠાઈ વેચતી આ દુકાનો વજન કરીને બોક્સ કે થેલીમાં મીઠાઈ આપી દે છે. પરંતુ હવે તે છૂટક મીઠાઈના પેકેટ્સ કે બોક્સ પર બેસ્ટ બી ફોર ડેટ દર્શાવવી ફરજિયાત કરી દેવાઈ છે. એટલે કે મીઠાઈનું ડીસ્પ્લે કાઉન્ટર હોય તો તેમાં રહેલી મીઠાઈની ટ્રે પર કિંમતની સાથે સાથે બેસ્ટ બીફોરની ડેટ (expiry date on sweets) પણ લખવી પડશે.

નોંધનીય છે કે આજથી આ નિયમનો અમલ શરૂ થઇ જશે તેમજ ફુડ શાખા દ્વારા શહેરની મીઠાઈની દુકાનો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિક આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈદ્યે જણાવ્યું હતું. ઉપરાંત જો જો મીઠાઈની બેસ્ટ બીફોર ડેટ (expiry date on sweets) લખેલી નહીં હોય તો તેવાં દુકાનદાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…