Gujarat Exclusive > આપણી જરૂરિયાત > પેટ્રોલથી મોંઘા થયા ટામેટા: 80 રૂપિયે/ કિલોએ પહોચ્યા ભાવ, જાણો કેમ વધી રહી છે શાકભાજીની કિંમતો

પેટ્રોલથી મોંઘા થયા ટામેટા: 80 રૂપિયે/ કિલોએ પહોચ્યા ભાવ, જાણો કેમ વધી રહી છે શાકભાજીની કિંમતો

0
519

ડુંગળી બાદ હવે ટામેટાના ભાવ વધી રહ્યાં છે. ગત એક અઠવાડિયે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર મળનારા ટામેટા હવે 80 રૂપિયા પાર પહોચી ગયા છે. બીજી તરફ દિલ્હીમાં એક લીટર પેટ્રોલના ભાવ ઘટીને 74.04 રૂપિયા પર આવી ગયા છે. 10 દિવસમાં દેશના પાટનગર દિલ્હીમાં ટામેટાના ભાવ દોઢ ગણા વધી ગયા છે. દિલ્હીમાં આ સમયે ટામેટા મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશથી આવી રહ્યાં છે. બિઝનેસમેને જણાવ્યુ કે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પાક ખરાબ થઇ ગયો છે.જેને કારણે ટામેટાની આવક પણ ઓછી છે. ગુજરાતમાં પણ ટામેટાના ભાવ પણ વધવાની શક્યતા છે.

ટામેટાની સાથે સાથે દૂધીના ભાવ પણ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. દૂધીની કિંમત પણ હવે 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ સિવાય કેળા પણ 50 રૂપિયા ડઝન થઇ ગયા છે જ્યારે સફરજનના ભાવ 90-150ની વચ્ચે પ્રતિ કિલો છે.

ગુજરાતની વાત કરીએ તો ભીડાના 400થી 600 મણના ભાવ છે. જ્યારે ફ્લાવર 800થી 1200, મરચા 200થી 240, દૂધી 600 રૂપિયા છે.

કેમ મોંઘા થઇ રહ્યાં છે ટામેટા- વ્યાપારીઓનું કહેવુ છે કે ચોમાસાની સીઝનમાં સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદને કારણે ટામેટાનો પાક ખરાબ થઇ ગયો છે.અમદાવાદ માર્કેટના વ્યાપારીઓનું કહેવુ છે કે ટામેટા જલ્દી ખરાબ થતી શાકભાજી છે. એવામાં વરસાદને કારણે વધુ નુકસાન થયુ છે જેને કારણે ભાવ પણ વધ્યા છે.બીજી તરફ ડુંગળીના વધતા ભાવને કાબુમાં કરવા માટે સરકાર એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી ચુકી છે.

મંદી બેઅસર! Amazon-Flipkart નો ‘ફેસ્ટિવ મહાસેલ’ સમાપ્ત, લોકોએ ધૂમ ખરીદી કરી