-
સોમવારે પ્રદર્શનને અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે
-
વેચાણમાંથી પ્રાપ્ત થનારી રકમ કન્યા કેળવણી નિધિમાં જમા કરાવાશે
ગાંધીનગર: મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમો તેમજ પ્રવાસ દરમિયાન મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ તા 13મી સપ્ટેમ્બરને સોમવારના રોજ મહેસુલ ભવન, ગોતા ઓવરબ્રીજ પાસે, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન – વેચાણમાંથી પ્રાપ્ત થનારી રકમ મુખ્યમંત્રીની કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે આ કાર્યક્રમનો શુભારંભ 13-09-2021 ના રોજ સવારે 11-00 કલાકે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે કરાવશે.
મુખ્યમંત્રી દ્વારા વિવિધ કાર્યક્રમો તેમ જ પ્રવાસ કરતાં હોય છે. ત્યારે તેમને આયોજકો તરફથી કે સંસ્થાઓ તરફથી વિવિધ પ્રકારની ભેટ-સોગાદો આપવામાં આવતી હોય છે. આ ભેટ- સોગાદોનું સમયાંતરે વેચાણ કરવામાં આવતું હોય છે. આવી જ રીતે મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદોનું પ્રદર્શન તથા વેચાણ રાખવામાં આવ્યું છે.