Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળા પાલિકામાં કોરોના કેહેર વચ્ચે વેરા વધારવા કવાયત, સત્તાધીશો વચ્ચે જ મતભેદ

રાજપીપળા પાલિકામાં કોરોના કેહેર વચ્ચે વેરા વધારવા કવાયત, સત્તાધીશો વચ્ચે જ મતભેદ

0
748

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: નર્મદા જિલ્લાની એક માત્ર નાગરપાલિક આજે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે પોતે જાહેર સ્ટ્રીટ લાઈટો અને પાણી માટે મોટરોમાં વપરાતી લાઈટ બીલ નથી ભરી શકતી નથી.કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારોના પગાર કરી નથી શકતી એટલું તો ઠીક જેસીબી કે ફોગીંગ મશીનોનું રીપેરેશન કરવા માટે પણ નાણાં નથી. કેમ કે પાલિકા પાસે આવકનું કોઈ સાધન નથી. જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લાઈટ વેરો નથી લેવાતો કે નથી સફાઈ વેરો 15 વર્ષ પહેલા પાણી વેરો 600 રૂપિયા કર્યા ત્યારથી કોઈ વેરો આજ દિન સુધી ન વધારતા આજે રાજપીપળા નગરપાલિકાની તિજોરી ના તળિયા દેખાવા લાગ્યા છે.

એક બાજુ લોકડાઉન વચ્ચે પાલિકાને ઉભી રાખવા ચીફ ઓફિસરે વેરા વધારાના પ્રસ્તાવથી પાલિકા વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.જો કે આ બાબતે નગરજનોના વાંધા આવી રહ્યા છે પણ જે તમામ વાંધાનો સામાન્ય સભામાં નિકાલ આવશે.પાલિકા સત્તાધીશો અને વિપક્ષ પણ હાલ ચીફ ઓફીસરના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે.બીજી બાજુ સત્તાધારી ભાજપના સભ્ય, વિપક્ષ કોંગ્રેસના અને અપક્ષ સભ્યોએ આ વેરા વધારાનો વિરોધ કરતા પાલિકા વેરા વધારા મુદ્દે સત્તાધીશો વચ્ચે મતભેદ પેદા થયો છે.ત્યારે હવે કેટલો વેરો નક્કી થાય એ સામાન્ય સભા નક્કી કરશે।

આ બાબતે પાલિકા ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે પાલિકા જ્યારથી અમલમાં આવી ત્યારથી અત્યાર સુધી નગરમાં સફાઈ થતી હતી, ગટરો સફાઈ થતી હતી,
નગર માં લાઈટો થી પ્રકાશ પથરાતો હતો. જેનો આજદિન સુધી કોઈ ટેક્સ લેવાતો નહતો જયારે આ કામગીરી માટે રોજનો લાખો રૂપિયા ખર્ચ થતો આવ્યો છે.માત્ર 15 વર્ષ પહેલા 600 રૂપિયા પાણી વેરો વધારાયો હતો ત્યારથી અત્યાર સુધી પાલિકા ગાડું ગબડાવતી આવી છે.આજે પ્રજાને સમજવાની જરૂર છે.તમે વેરો ભરશો તોજ એ વેરો તમારી પાસે સુવિધા બની પાછો આવશે જો પાલિકા પાસે સ્થાનિક ભંડોળ નહિ હોય તો કોઈ સુવિધા આપવા સમર્થ નહિ રહે એટલે વેરો વધારવો વિકલ્પ છે.

વેરો વધવાથી જ યોગ્ય વહીવટ થશે:જીગીશા ભટ્ટ (પાલિકા પ્રમુખ )

રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીશા ભટ્ટે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર સાથે અનેકવાર ચર્ચા થઇ છે અને વેરો વધારવાથી જ વહીવટ થશે અને અમે પણ લોકોને સુવિધા પુરી પાડી શકીશું આજે 15 વર્ષ પહેલા લોકોની આર્થિક સ્થિતિ અને આજની સ્થિતિ માં ઘણો અંતર દેખાઈ આવે છે એટલે વેરો વધારવા કોઈ વાંધો ના ઉઠાવે એ જરૂરી છે. હાલ પાલિકાની સ્થિતિ સારી નથી અમારે હજુ સફાઈ કર્મચારીઓ અને રોજમદારો નો પગાર કરવાનો છે.

જરૂર પૂરતો ભાવ વધારો જરૂરી:ભરતભાઈ વસાવા (પૂર્વ પ્રમુખ, રાજપીપળા પાલિકા)

પાલિકા દ્વારા જે ભાવ વધારો કરવાનું નક્કી થયું છે જે સામાન્ય સભામાં આવશે એટલે નક્કી કરી શું અને યોગ્ય લાગશે ત્યારે જ વધારો કરીશું જોકે વધારો જરૂરી છે.પણ જરૂર પૂરતો ભાવ વધારો થશે.

સામાન્ય સભામાં નિર્ણય કરીશું: અલ્કેશસિંહ ગોહિલ (પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન )

રાજપીપળા પાલિકા માટે સ્વભંડોળ વધારવા માટે વેરો વધારવો જરૂરી છે પણ લોકોને માથે બોજ પડે એવો વેરો વધશે નહિ પણ પ્રજાના હીતમાં જે તે નિર્ણય કરવામાં આવશે હાલ વાંધા અરજી મંગાવી છે જે તે સમયે નિર્ણય સામાન્ય સભામાં કરીશું

વેરો વધારવો વ્યાજબી નથી: મહેશ વસાવા (પૂર્વ પ્રમુખ, અપક્ષ સભ્ય )

હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાની જગ્યાએ વેરો વધારો કેટલે અંશે વ્યાજબી છે. અમે વાંધો ઉઠાવ્યો છે ભાજપ કોંગ્રેસ અપક્ષ સહીત કુલ 6 સભ્યોએ વેરો વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. સામાન્ય સભામાં પણ અમે વિરોધ કરીશું.નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફરતો ઠરાવ રજુ કર્યો એ તેમની નિષ્ફળતા દરશાવે છે, નગરપાલિકાના ભાજપના અને કોગ્રેસના મોટા નેતાઓએ ભેગા થઇ નગરપાલિકાના વેરા વધારવાની તરફદારી કરી છે.

નગરની જનતા સાથે આ વિશ્વાસઘાત થયો છે, કોરોનાના કપરાં કાળમાં નગરજનોને મદદની જગ્યાએ વેરા વધારો ઝીંકવાના આ પ્રયાસ ટીકા યોગ્ય છે.સામાન્ય સભા નહી બોલાવીને ફરતો ઠરાવ કરવામાં આવ્યો તેની પણ ટીકા કરતા જણાવ્યું હતું કે સદસ્યોને સભામા કોઈ પણ ઠરાવ પર બોલવાનો અધિકાર હોય છે ફરતો ઠરાવ નગરજનો તરફથી બોલવાનો અમારો અધિકાર પણ છીનવાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન વચ્ચે સર્વે કામગીરીથી સ્થાનિકોમાં રોષ