યુક્રેન અને રશિયા વચ્ચેના સબંધો સુધરવાનું નામ નથી લેતા. અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે બન્ને તરફથી ગોળીબારી કરવામાં આવી રહી છે. બન્ને દેશોએ સામ સામે હુમલો કર્યો છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે એર ઇન્ડિયાએ કવાયત હાથ ધરી છે.
22 ફેબ્રુઆરીથી ત્રણ જેટલી ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે, જે માટે બુકિંગ કરાવવાનું રહેશે. બાળકોની ચિંતા કરતા માતા-પિતા તેમના સંતાનોને પરત બોલાવી રહ્યા છે. 20 હજાર જેટલી ભારતીયોની સંખ્યામાં 18 હજાર વિદ્યાર્થીઓ છે. ગુજરાતના 600થી વધુ વિદ્યાર્થીઓ છે.
એર ઇન્ડિયા દ્વારા 22,23 અને 24 ફેબ્રુઆરીએ એમ ત્રણ ફ્લાઇટ ચાલશે. જે માટે ભારતથી ઉપડેલા વિમાનો બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોચશે, જે માટે એર ઇન્ડિયા સિવાય પણ ઓનલાઇન વેબસાઇટ પર ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરતા તમને ટિકિટો મળી શકે છે.
યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાવાના મામલે વિદેશ મંત્રાલય સક્રિય બન્યું, ગુજરાતથી વિગતો મંગાવાઈ છે.
યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાવાનો મામલો પેચીદો બન્યો છે.
વિદેશ મંત્રાલય દ્વારા આ વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ગુજરાત પાસેથી અગાઉ વિગતો મંગાવાઈ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાવવા અંગે વિગતો મંગાવાઈ છે તેવી જ રીતે દરેક રાજ્યામાંથી અા વિગતાે મંગાવવામાં અાવી છે.