ઘરની જવાબદારી અને બહારના કામને કારણે મહિલાઓમાં વધુ માનસિક ભારણ જોઈ શકાય છે. જેના કારણે મેદસ્વીતા, હૃદયને લગતી સમસ્યાઓ, માનસિક તણાવ, થાઈરોઈડ, ડાયાબિટીસ સામાન્ય થઈ રહ્યા છે. મોટા ભાગની મહિલાઓ પાંત્રીસ પછી કેલ્શિયમ બાબતે અજાણ હોવાથી તે લાંબા ગાળે પગની તકલીફોની સમસ્યાઓનો ભોગ બને છે. જો રોજ આટલું કરો તો આ સમસ્યાઓને ટાળી શકો છો.
Advertisement
Advertisement
- સવારમાં નિયમિત અડધોથી એક કલાક ચાલવું. ચાલવાથી હોર્મોનલ તકલીફો ઘટે છે અથવા ક્યારેય આવતી નથી.
- મનની શાંતિ માટે વિપશ્યના ધ્યાન જેવી ધ્યાન પ્રણાલીને અનુસરો. આખા વિશ્વમાં વિપશ્યના નિઃશુલ્ક શીખવવામાં આવે છે.
- શરીરની મજબૂતી માટે યોગનો અભ્યાસ પણ ખૂબ ઊપયોગી છે.
- તમારો પોતાનો અને આખા પરિવારનો સંતુલિત ડાયેટ ટાઈમટેબલ તૈયાર કરો.
- શું ખાવું, શું ન ખાવું અને કેવી રીતે અને કેટલું ખાવું એ બધું જ નક્કી કરીને એ પ્રમાણે આહાર લો.
- પરિવારની ચિંતાઓ કરતાં એક્શન લો.
- પિયર અને સાસરીના સંબંધોમાં સંતુલન જાળવો.
- જે વ્યક્તિ કે વસ્તુથી મન વ્યગ્ર થઈ જાય છે એને હાલ પૂરતું તો દૂર જ રાખો.
- વધુ સમય બાળકોને આપવાથી માનસિક લાભ પણ થાય છે.
- તમને ગમે એવી સર્જનાત્મક પ્રવૃત્તિને જીવન સાથે વણી લો. જેમ કે ચિત્ર, સંગીત કે કોઈ ક્રાફ્ટ ઈત્યાદિ.
- નિયમિત તમારું હેલ્થ ચેક અપ કરાવો.
- સદાય હસતાં રહો. આખરે આ જીવન હસવા માટે છે. નહીં કે ફરીયાદો કરવા કે દુઃખી થવા.
- કુદરતે મનુષ્યનું જીવન આપ્યું છે તો તેનો આભાર માનીને સંતુષ્ટ રહો.
Advertisement