ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. નવા ફેરફાર હેઠળ, TRAI એક ફિલ્ટર ગોઠવી રહ્યું છે, જેના પછી 1 મે, 2023થી ફોનમાં ફેક કોલિંગ અને એસએમએસ નહીં આવે. આ પછી યુઝર્સને ફોન પર આવતા અજાણ્યા કોલ અને મેસેજથી છુટકારો મળશે.
આ સંદર્ભમાં ટ્રાઈ દ્વારા ટેલિકોમ કંપનીઓને આદેશ જારી કરાયો છે. આ સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ 1 મેથી ફોન કોલ અને મેસેજ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પામ ફિલ્ટર લાગુ કરી રહી છે. આ ફિલ્ટર ફેક કોલ અને મેસેજને યુઝર સુધી પહોંચતા રોકવા માટે કામ કરશે.
જો વર્તમાન સમયની વાત કરીએ તો ટેલિકોમ કંપની એરટેલ દ્વારા AI ફિલ્ટર લગાવવાની સુવિધા શરુ કરવામાં આવી છે. જ્યારે Jio દ્વારા આગામી કેટલાક મહિનામાં ફિલ્ટર ઈન્સ્ટોલ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં AI ફિલ્ટર્સની શરુઆત 1 મે, 2023થી શરુ થશે.
તમને જણાવી દઈએ કે ફેક કોલ અને મેસેજને રોકવા માટે ટ્રાઈ દ્વારા ઘણા સમયથી એક નિયમ બનાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત TRAI 10 અંકના મોબાઈલ નંબરથી કરવામાં આવતા પ્રમોશન કોલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે. આ સાથે ટ્રાઈ કોલર આઈડી ફિચર લાવવા પર કામ કરી રહી છે. આમાં ફોન રિસીવ થવા પર કોલ કરનારનો ફોટો અને નામ દેખાશે. આ સંબંધમાં ટેલિકોમ કંપની એરટેલ અને Jioની Truecaller એપ સાથે પણ વાતચીત ચાલી રહી છે. પરંતુ ટેલિકોમ કંપનીઓ પ્રાઈવસીને લઈને કોલર આઈડી ફીચર લાગુ કરવાથી બચી રહી છે.
Advertisement