આઈસીસના આંતકવાદીઓ સતત જાગૃત રહેવ માટે ટ્રેમેડોલ નામના ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને આ ડ્રગ્સને તેલંગાના અને આંધ્રપ્રદેશમાં ઘૂસાડવામાં આવતા આંધ્રપ્રદેશના નાર્કોટિક સેલ અને મુંબઈ કસ્ટમ વિભાગ દ્વારા બે જણાંની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આંધ્રપોલીસના સૂત્રો થકી જણાવ્યા અનુસાર આ ડ્રગ્સનો ઉપયોગ થાક ઓગાળવા અને સતત જાગતા રહેવા માટે કરવામાં આવે છે. મુંબઈ કસ્ટમ અધિકારીએ આંધ્રપ્રદેશની એક કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરી છે. અટકાયત થનાર ડાયરેક્ટર આ ડ્રગ્સનું સુદાનમાં એક્પોર્ટિંગ કરવા જઈ રહ્યા હતા અને કસ્ટમ અધિકારી દ્વારા પકડાઈ ગયા હતા.
તેમની સાથે અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેની ફાર્માસ્યૂટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને જાણ કરવામાં આવતા ફાર્મા એક્સપોર્ટ કાઉન્સિલે તાત્કાલિક રીતે નોટિસ જાહેર કરી છે કે ટ્રેમેડોલ પર નજર રહેવી જોઈએ.
આ અંગે ફાર્મા કાઉન્સિલના ડાયરેક્ટર જનરલ આર. ઉદય ભાસ્કરે જણાવ્યું હતું કે આવા કૃત્યોને કારણે ભારતીય ફાર્મા કંપનીઓ બદનામ થઈ રહી છે. રાજ્ય સરકારે આ બાબતે ફાર્મા કંપનીઓ પર નજર રાખવી જોઈએ.
ડિરેક્ટર ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 2020માં 22 ટન અને 2021માં 152 ટન ટ્રેમેડોલ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
Advertisement