Gujarat Exclusive > ગુજરાત > ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની 15 જુલાઇથી પરીક્ષા

ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની 15 જુલાઇથી પરીક્ષા

0
116

ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10-12ના ગુજરાત બોર્ડના રિપિટરોને માસ પ્રમોશન આપવામાં નહી આવે. આગામી 15મી જુલાઇથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષઆ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 10-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ રીપીટરની પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના નિયમિત, રીપીટર અને ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા 1 જુલાઇથી યોજવાની જાહેરાત કરી હતી પરંતુ તે સમયે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની હાલની કોરોના સંક્રમણની સ્થિતિનું મૂલ્યાંકન કરીને ઘટતા જતા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઇએ ગુરૂવારથી યોજવામાં આવશે. પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat