Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થા કથળી, શું મદદ માટે ભારત પરત ફરશે રાજન?

કોરોનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થા કથળી, શું મદદ માટે ભારત પરત ફરશે રાજન?

0
663

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે, કોરોના વાઈરસના કારણે ભારતને થઈ રહેલા આર્થિક નુક્સાનને ઓછુ કરવામાં મદદ માટે તેઓ કાયમ તૈયાર છે. તેમણે NDTVને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં આ અંગે જવાબ આપ્યો હતો.

જ્યારે રાજનને પૂછવામાં આવ્યું કે, કોરોના મહામારી દરમિયાન આર્થિક મોરચે મદદ માટે શું તેઓ ભારત પરત ફરશે? જેનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, જો ભારત મદદ માંગશે, તો હું આવવા માટે તૈયાર છું.

જણાવી દઈએ કે, પૂર્વ ગવર્નર રાઘુરામ રાજન પહેલા જ કહી ચૂક્યાં છે કે, તેમના લાયક જો કોઈ અવસર આવશે, તો તેઓ ભારત પરત આવવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, પોતાનો 3 વર્ષનો RBI ગવર્નર તરીકેનો કાર્યકાળ પૂરો કર્યા બાદ રઘુરામ રાજન હવે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. RBI ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ સપ્ટેમ્બર 2016માં સમાપ્ત થયો હતો.

આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે?
RBIના પૂર્વ ગવર્નરે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં હાલ મંદીનો માહોલ છે. હું આશા રાખું છુ કે, આપણને આગામી વર્ષે આર્થિક સુધારો જોવા મળી શકે છે. જો કો તે આર્થિક સુધારા માટે લેવામાં આવેલા પગલા પર નિર્ભર રહેશે.

નોંધનીય છે કે, કોરોના વાઈરસના પ્રકોપના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થાની હાલત કફોડી થઈ ગઈ છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF)એ બાહ્ય સલાહકાર સમિતિનું ગઠન કર્યું છે. જેમાં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને પણ સામેલ કરવામાં આવ્યા છે.

રાજનના મતે ભારતની આર્થિક સ્થિતિ કેવી?
આ અંગે રાજને જણાવ્યું કે, ભારતમાં કપરી સ્થિતિનો પ્રથમ સંકેત મોટાભાગે વિદેશી ભંડોળથી મળે છે. જો કે અત્યાર સુધી અન્ય મોટી અર્થ વ્યવસ્થાની સરખામણીએ ભારતની કરન્સી એટલી નબળી નથી પડી. RBI તેને સાચવી રાખવામાં મહદઅંશે સફળ રહ્યું છે. જ્યારે તમે જાણો છે કે, બ્રાઝીલ જેવા દેશની કરન્સી 25 ટકા નીચે પડી ગઈ છે. આપણે હજુ એ સ્થિતિમાં નથી પહોંચ્યા.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

જૂની દિલ્હીનો ચાંદની મહલ એરિયા સીલ, 52 કોરોના પોઝિટિવ કેસ મળ્યા