Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા મોદી સરકારે કરવા પડશે 3 કામ

દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા મોદી સરકારે કરવા પડશે 3 કામ

0
425

નવી દિલ્હી: કોરોના મહામારી (Corona Virus)ના કારણે દેશની અર્થ વ્યવસ્થા (Indian Economy)કથળી રહી છે. આ ગંભીર મુદ્દે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિહે (Manmohan Singh) બરબાદ થયેલા અર્થ તંત્રને ફરીથી પાટા ઉપર લાવવા માટે મોદી સરકાર (Modi Govt)ને કેટલીક ટીપ્સ આપી છે.

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહે જણાવ્યું કે, આર્થિક સંકટથી ઉગરવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલીક ત્રણ પગલા ભરવા પડશે. આવું ના કરવા પર દેશની અર્થ વ્યવસ્થા પર તેની વધારે માઠી અસર થઈ શકે છે. મોદી સરકારે આર્થિક સંકટ દૂર કરવા અને આગામી વર્ષોમાં સામાન્ય આર્થિક સ્થિતિ સુધારવા માટે ત્રણ પગલા ભરવા જોઈએ.

→ સરકારે લોકોની આજીવિકા સુનિશ્ચિત કરવી જોઈએ. કોરોના મહામારીથી પીડિત લોકોને ડાયરેક્ટ કેસ ટ્રાન્સફર કરીને તેમની ખર્ચ કરવાની શક્તિ સશક્ત કરવી પડશે.
→ સરકાર સમર્થિક ક્રેડિટ ગેરન્ટી પ્રોગ્રામના માધ્યમથી વેપાર-ધંધા માટે પૂરતી મૂડી ઉપલબ્ધ કરાવવી પડશે.
→ ઈન્સ્ટીટ્યૂશનલ ઑટોનૉમી એન્ડ પ્રોસેસના માધ્યમથી ફાઈનાન્સીયલ સેક્ટરને ઠીક કરવું પડશે.

આ પણ વાંચો: લૉકડાઉન બાદ ખુલેલા તિરુપતિ મંદિરમાં કોરોના વિસ્ફોટ, 743 કર્મચારી સંક્રમિત

પૂર્વ PM મનમોહન સિંહની જેમ જ દેશના અન્ય અર્થશાસ્ત્રીઓએ પણ 2020-21ના નાણાંકીય વર્ષ માટે ભારતની GDPમાં ઘટાડા થવાની આશંકા વ્યક્ત કરી છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે, 1970ના દાયકા બાદ સૌથી ખરાબ મંદી હોઈ શકે છે.

જણાવી દઈએ કે, ભારતીય અર્થ વ્યવસ્થા કોરોના મહામારીની શરૂઆત થયા પહેલા જ મંદીમાં સપડાયેલી હતી. 2019-20માં GDP ગ્રોથ 4.2 ટકા રહ્યો. જે લગભગ એક દાયકામાં સૌથી ઓછો ગ્રોથ રેટ રહ્યો. દેશ હવે ધીમે-ધીમે પણ લાંબા સમયથી ઠપ્પ રહ્યાં બાદ પોતાની અર્થ વ્યવસ્થાને અનલૉક કરી રહી છે. જો કે કોરોનાના પોઝિટિવ કેસો વધવાના કારણે ભવિષ્ય ધૂંધળુ છે.