Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ચૂંટણી તંત્રની ચૂક કે EVM સાથે ચેડા? મતદાન મામલે કોંગ્રેસની ગંભીર ફરિયાદ

ચૂંટણી તંત્રની ચૂક કે EVM સાથે ચેડા? મતદાન મામલે કોંગ્રેસની ગંભીર ફરિયાદ

0
63
  • રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારનું બટન કામ ના કરતું હોવાની ફરિયાદ

અમદાવાદ: રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં અનેક ઠેકાણેં EVM ખરાબીની ફરિયાદો મળી છે. રાજકોટના વોર્ડ નંબર 2ના કુંડલિયા કૉલેજ બૂથના EVMમાં કોંગ્રેસ ઉમેદવારનું બટન નહીં દબાતુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ ભાજપ-કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ એકઠા થઈને હોબાળો કર્યો હતો. જો કે પાછળથી ખામી ધરાવતા EVMને ચેક કરાવ્યા બાદ બદલી દેવામાં આવ્યું હતું. EVM Tampering

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નંબર બેના મતદાન બૂથ નંબર 49માં EVMમાં ખામી જોવા મળી હતી. અહીં કોંગ્રેસના ઉમેદવાર નિમિષાબેન રાવલનું EVMમાં 8 નંબરનું બટન હતું. તેમનો આરોપ હતો કે, આ બટન દબાવવા છતાં કામ નથી કરી રહ્યું. EVM Tampering

વોર્ડ નંબર 2ના કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું કે, આ મામલે અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી. આમ છતાં મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના એક અન્ય નેતાએ જણાવ્યું કે, બૂથમાં કુલ 828 મત નાંખવામાં આવ્યા હતા. જ્યારે રજિસ્ટર મતોની સંખ્યા 827 જ હતી. આ સિવાય વોર્ડ નંબર 11 સ્થિત મતદાન મથકના રૂમ નંબર 4માં કોંગ્રેસ ઉમેદવાર પરેશ હરસોડાએ EVMમાં 6 નંબરનું બટન કામ નહીં કરતું હોવાની ફરિયાદ કરી હતી. EVM Tampering

આ પણ વાંચો: ગુજરાતની 6 મનપામાં 45.61% મતદાન, 2,276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ EVM Tampering

બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં EVM કકળાય. વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVM સામે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતાએ EVMમાં ગરબડીની શંકા વ્યકત કરી હતી. વસ્ત્રાલ વોર્ડમાં આવેલ યુનાટેડ સ્કૂલમાં કોંગ્રેસ ઉમેદવાર આશિષ પટેલ જેમનો ક્રમાંક-2 છે. આ બટન દબાતું ના હોઈ સવારથી અત્યાર સુધી 297 મતદારોએ મતદાન કરેલ છે. આથી આશિષ પટેલે લેખિત ફરિયાદ કરી ફરી મતદાનની માંગણી કરી હતી.  

લાંભાના ગ્યાસપુર વોર્ડમાં EVMમાં ખામી સર્જાયી હતી. ત્રણ વખત બટન દબાવવા છતાં મત ના પડતો હોવાની ફરિયાદ બાદ EVM બદલવાની માંગ કરી હતી. આમ અમદાવાદમાં મતદાનને લઇ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. EVM Tampering

આ સિવાય અન્ય મહાનગર પાલિકામાં પણ અલગ-અલગ વોર્ડમાં EVMમાં ખામી સર્જાતા મતદાન પ્રભાવિત થયું હતું. જેના પર એક નજર નાંખીએ તો,
→ વડોદરાના છાણી વિસ્તારમાં વોર્ડ નંબર-1માં EVMમાં ખામી સર્જાતા, અધિકારીઓએ મશીન રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. જેના પગલે 25 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી.
→ સુરતમાં વોર્ડ નંબર 7ના કેન્દ્રીય વિદ્યાલય ખાતેને પોલિંગ બૂથમાં EVM ખોટકાયું હતું. જેના પગલે થોડી વાર માટે મતદાન પ્રક્રિયા અટકી હતી.
→ અમદાવાદના મકરબા વોર્ડ નંબર-12ની એ-વન સ્કૂલમાં EVM મશીન ખેટકાતા દોઢ કલાક વોટિંગ પ્રક્રિયા અટકી હતી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat