કોલકત્તા: આસામ બાદ પશ્ચિમ બંગાળમાં EVMને લઈને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોમવારે મોડી રાત્રે હાવડા જિલ્લાની ઉલુબેરિયા ઉત્તર વિધાનસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘરની બહારથી EVM મળી આવ્યા છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા ચૂંટણી અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. EVM Founds
આ મામલે ચૂંટણી પંચે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના ઉલુબેરિયામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘર બહાર EVM અને VVPAT મળી આવ્યા છે. જે બાદ સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ રિઝર્વ EVM હતું, જેને હવે ચૂંટણી પ્રક્રિયાથી હટાવી લેવામાં આવ્યું છે. આ કેસમાં સામેલ તમામ લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, અગાઉ ભાજપે રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચની કાર્યવાહી પહેલા જ ભાજપે દાવો કર્યો હતો કે, TMC નેતા ગૌતમ ઘોષના ઘરેથી અનેક EVM મળી આવ્યા છે. ભાજપનો આરોપ છે કે, ગૌતમ ઘોષે સેક્શન અધિકારી સાથે મિલીભગત કરીને EVM પોતાના ઘરે છૂપાવી રાખ્યા હતા. EVM Founds
Sector Officer has been suspended. It was a reserved EVM that has been removed from the election process. Severe action will be taken against all involved: Election Commission of India (ECI)
EVMs and VVPATs were found at the residence of a TMC leader in Uluberia, West Bengal pic.twitter.com/IBFwmDSXeY
— ANI (@ANI) April 6, 2021
આ ઘટના બાદ સ્થાનિક લોકો અને સેક્ટર અધિકારીઓ ઘરમાં એકઠા થઈ ગયા. જો કે બાદમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા બળોએ ઘટના સ્થળે પહોંચીને ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. હાલ અહીં સ્થિતિ તનાવપૂર્ણ છે.
આ પણ વાંચો: ‘સંક્રમણથી બાળકોને બચાવો..!’ સુરતમાં કોરોના વાઈરસથી 13 વર્ષના બાળકનું મોત EVM Founds
ઉલ્લેખનીય છે કે, અગાઉ આસામમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન ભાજપ ઉમેદવારની પત્નીની કારમાં એક EVM મળી આવ્યુ હતું. આ દરમિયાન આસામના કરીમનગરના બહારી વિસ્તારમાં હિંસા ભડકી હતી. જે બાદ પોલીસે સ્થિતિને કાબૂમાં કરવા માટે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. લોકો EVMને સ્ટ્રોન્ગ રૂમ સુધી લઈ જવા માટે ભાજપ ઉમેદવારની કારનો ઉપયોગ કરવાનો વિરોધ કરી રહ્યાં હતા.
આ મામલે ચૂંટણી પંચે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને આ મતદાન મથક પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી પંચને તપાસ કરવાનું કહ્યું હતું. પોલીસે પણ ઘટના બાદ થયેલી હિંસાના આરોપમાં અનેક લોકોની ધરપકડ કરી હતી.