Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં EVM ફાળવણી પહેલા જ વિરોધ, કોંગ્રેસે ‘કમળ’ના ચિહ્નમાં ફેરફાર માટે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી

રાજકોટમાં EVM ફાળવણી પહેલા જ વિરોધ, કોંગ્રેસે ‘કમળ’ના ચિહ્નમાં ફેરફાર માટે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી

0
151

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે મતદાન પહેલા EVMનું ભૂત ફરીથી ધુણ્યું છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા EVMમાં ભાજપમાં ચૂંટણી ચિહ્ન “કમળ”ને લઈને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. Rajkot Civic Polls

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હાલ EVMની ફાળવણી થાય, તે પહેલા જ રાજકોટમાં વિરોધ શરૂ થઈ ગયો છે. રાજકોટના વોર્ડ નંબર 7ના ઉમેદવાર રણજીત મુંધવા અને વોર્ડ નં.9ના ઉમેદવાર અર્જુન ગુજારીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં અરજી કરી છે.

કોંગ્રેસ ઉમેદવારોએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, EVMમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન “કમળ” જાણી જોઈને મોટું રાખવામાં આવ્યું છે. આથી ભાજપના ચિહ્નને નાનું કરવામાં આવે અથવા તો બીજા ચૂંટણી ચિહ્નોને પણ મોટા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આટલું જ નહીં, કોંગ્રેસ ઉમેદવારોએ EVM પર ચૂંટણી ચિહ્નમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. Rajkot Civic Polls

આ પણ વાંચો: મોદી-શાહના ગૃહરાજ્ય પર કેજરીવાલની નજર, ગુજરાતીમાં ટ્વીટ કરીને માંગ્યો મોકો Rajkot Civic Polls

જણાવી દઈએ કે, અગાઉ પણ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા અને આપ નેતા રાજભા ઝાલાએ પણ EVM પર ભાજપના ચૂંટણી ચિહ્નને લઈને વાંધો ઉઠાવ્યો હતો. બન્નેનો આરોપ છે કે, EVMમાં ભાજપના ચૂંટણી ચિહ્નને મોટું અને બોલ્ડ રાખવામાં આવ્યું છે. આટલું જ નહીં, કમળના ચિહ્ન નીચે ભાજપ લખેલુ છે. જ્યારે અન્ય પાર્ટીના ચૂંટણી ચિહ્ન સામાન્ય દર્શાવાયા છે. Rajkot Civic Polls

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકા માટે આવતી કાલે 21 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. જ્યારે રાજ્યની 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તથા 81 નગર પાલિકા માટે આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા EVM પર લગાવવામાં આવેલા ચૂંટણી ચિહ્નને લઈને આપ અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. જો કો આ વિવાદને લઈને રાજ્યના ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો. Rajkot Civic Polls

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat