Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશના દરેક નાગરિકોને મફતમાં મળશે કોરોના વૅક્સીન, કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

દેશના દરેક નાગરિકોને મફતમાં મળશે કોરોના વૅક્સીન, કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

0
161

કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ (Union Minister Pratap Sarangi) રવિવારે કહ્યું કે, દેશમાં દરેકજણને મફતમાં કોરોના વૅક્સીન (Free Corona Vaccine) આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તમામ વિપક્ષી પાર્ટીઓ સમગ્ર દેશમાં કોરોના વૅક્સીન મફતમાં (Free Corona Vaccine) પૂરી પાડવાની માંગ કરી રહ્યાં છે. ભાજપે બિહારમાં પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં ફ્રી કોરોના વૅક્સીન આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય પશુપાલન, ડેરી, મત્સ્ય, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્યમંત્રી પ્રતાપ સારંગીએ ઓડિશાના મંત્રી આરપી સ્વૈન દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ વાત કહી હતી.

સ્વૈને ફ્રી કોરોના વૅક્સીન (Free Corona Vaccine) પર ધર્મેન્દ્ર પ્રધાન અને સારંગી પાસે સ્પષ્ટતા માંગી હતી. આ બન્ને કેન્દ્રીય મંત્રીઓ ઓડિશાથી છે. સ્વૈને બિહારમાં મફતમાં કોરોના વૅક્સીન (Free Corona Vaccine) આપવાના ભાજપની જાહેરાત પર તેમણે સાધેલી ચૂપકીદી પર સવાલ ઉઠાવ્યા હતા. સ્વૈને ટ્વીટ કર્યું હતું કે, હું ઓડિશાના બે કેન્દ્રીય મંત્રીઓને પ્રશ્ન પૂછી રહ્યો છું કે, તેઓ જણાવે આખરે તેમના રાજ્યની જનતાને ફ્રી કોરોના વૅક્સીન (Free Corona Vaccine) કેમ ના મળવી જોઈએ? કેન્દ્રીય મંત્રીઓએ ઓડિશામાં કોરોના વૅક્સીનેશન પર ભાજપનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ.

આ પણ વાંચો: ઘણાં દિવસો બાદ કોરોનાથી મોતનો આંકડો 500ની નીચે, 45,148 નવા કેસ

ઓડિશા સરકારનો વૅક્સીનેશન પોગ્રામ 
વૅક્સીનેશનને લઈને રાજ્ય સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાને લઈને સ્વૈને કહ્યું કે, વૅક્સીન ડેવલોપરો સાથે એક સમજૂતી થઈ છે. અમે રાજ્યના દરેક લોકો માટે સુવિધા વધારવા માટે પ્રતિબધ્ધ છીએ. જો કે તેમણે એ નથી જણાવ્યું કે, રાજ્ય સરકાર લોકોને ફ્રી કોરોના વૅક્સીન પૂરી પાડશે કે કેમ?

ફ્રી કોરોના વૅક્સીન આપવી ચૂંટણી મેનિફેસ્ટોનો ભાગ
જણાવી દઈએ કે, ભાજપ તરફથી બિહારના ચૂંટણી ઢંઢેરામાં નિ:શુલ્ક કોરોના વૅક્સીન (Free Corona Vaccine) આપવાની જાહેરાતને લઈને વિવાદ થઈ ગયો છે. વિપક્ષી પાર્ટીઓએ NDA પર મહામારીનો ચૂંટણીમાં લાભ ખાટવા માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. જેના પર સ્પષ્ટતા કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ફ્રી કોરોના વૅક્સીન આપવી મેનિફેસ્ટોનો ભાગ છે. જેને ધ્યાનમાં રાખતા જ વૅક્સીનને લઈને આ જાહેરાત કરવામાં આવી છે.