Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > PF ખાતામાં નામ સહિતના સુધારા માટે પડશે મુશ્કેલી, છેતરપિંડી રોકવા પગલું

PF ખાતામાં નામ સહિતના સુધારા માટે પડશે મુશ્કેલી, છેતરપિંડી રોકવા પગલું

0
73
  • પીએફ એકાઉન્ટમાં નામ, સરનામા સહિતના સુધારા માટે ડોક્યુમેન્ટ જરુરી
  • EPFOએ પીએફ ખાતાધારકોને પ્રોફાઇલ સુધારવા ગાઇડલાઇન જારી કરી

નવી દિલ્હીઃ દેશભરમાં 6 કરોડથી વધુ પીએફ ખાતાધારકો ને હવે નામ, સરનામા સહિતની પ્રોફાઇલમાં મોટા સુધારા કરવાનું મુશ્કેલ થશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને છેતરપિંડી રોકવા કડક નિયમોનું પગલું ભર્યું છે. તેના માટે નવી ગાઇડલાઇન (EPFO Guideline) જારી કરી છે.

ઇપીએફઓનું કહેવું છે કે PF એકાઉન્ટની પ્રોફાઇલમાં ઓનલાઇન સુધારા કે ફેરફાર કરવાના કારણે ઘણી વખતે રેકોર્ડ મિસમેચ (અસામનતા)ની સંભાવના રહે છે. જેના કારણે છેતરપિંડીનો ડર રહે છે. સાથે પીએફ ખાતામાં KYCના નામે ફ્રોડ કરી પૈસા કાઢી લેવાના ઘણા મામલ પ્રકાશમાં આવતા આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કરદાતાને ટેક્સનું ટેન્શનઃ જાણો કઇ રીતે કરછૂટનો લાભ લઇ શકાય?

હવે શું કરવું પડશે?

EPFOની નવી ગાઇડલાઇન (EPFO Guideline) મુજબ દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) વિના પીએફ ખાતેદારની વિગતો નહીં બદલાય. જો કે નામમાં નજીવો ફેરફાર જેવા સામાન્ય સુધારા કરી શકાશે. પરંતુ મોટા ફેરફાર માટે પહેલાં ઇપીએફઓ દસ્તાવેજ ચેક કરશે. ત્યાર બાદ જ કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે. આ અંગે સંગઠનના કાર્યાલયો અને સંસ્થાઓને ડોક્યુમેન્ટ પ્રૂફ કર્યા વિના કોઇ પણ કર્મચારીના રેકર્ડમાં સુધારો નહીં કરવાનો આદેશ આપી દીધો છે.

નાના ફેરફારની છૂટ

ગાઇડલાઇન મુજબ નાના ફેરફારમાં નામ, અટકમાં પ્રથમ અક્ષર (First Latter) બદલ્યા વિનાનો સુધારો. જો મીડિલ નામ કે લગ્ન પછી અટકમાં ફેરફાર કરવાનું હશે તો આધાર કાર્ડમાં દર્શાવાયેલા ફેરફાર જ થશે.

હવેથી નામમાં સંપૂર્ણ ફેરફારની પરવાનગી નહીં અપાય. જો કે ખાસ પરિસ્થિતિમાં તેને કંપની દ્વારા વિસ્તૃત માહિતી આપવાની સાથે પુરાવા સબમિટ કર્યા પછી સુધારો થઇ શકશે. પીએફ ખાતામાં નામ, જન્મ તારીખ, નોમિની (વારસદાર), સરનામુ, પિતા કે પતિના નામમાં કંપની અને ખાતેદારના દસ્તાવેજી પુરાવા જોયા પછી સંભવ થઇ શકશે.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી મોબાઈલ પર વાત અને ઈન્ટરનેટનો ઉપયોગ મોંઘો પડશે! રેટ વધારવાની તૈયારીમાં ટેલિકૉમ કંપનીઓ

KYC ઓનલાઇન કે ઓફલાઇન સુધારા

KYC ઓનલાઇન કે ઓફલાઇન સુધારા (EPFO Guideline) ને ખાતેદાર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સુધારો માન્ય થશે. જો કોઇ કંપની બંધ થઇ ગઇ છે. તો ડોક્યુમેન્ટની સાથે સેલેરી સ્લિપ, અપોઇન્ટમેન્ટ લેટર અને પીએફ સ્લિપ રજૂ કરવાની રહેશે. EPFOએ તમામ વિભાગીય કચેરીઓને નિર્દેશ આપ્યો છે કે સબમિટ કરાયેલા પ્રૂફને સાચવીને રાખવા અને ઓડિટ સમયે તેને આપવાના રહેશે.

ચાર વર્ષ પહેલાં જ સુધારાની સુવિધા

ઇપીએફઓએ ચાર વર્ષ પહેલાં જ 2017માં ખાતેદારોને પ્રોફાઇલમાં ઓનલાઇન સુધારા કરવાની સુવિધા આપી હતી. પરંતુ હવે છેતરપિંડીના કેસો વધતા તેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચોઃ મોદી સરકારનું અર્ધસત્યઃ વૈશ્વિક ક્રૂડ મોંઘુ જણાવે છે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ ભારત કરતા અડધા ભાવે કેમ?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat