Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > EPF ખાતાધારકો માટે સારા અને ખરાબ સમાચાર, જાણો સરકારે શું નિર્ણય લીધો

EPF ખાતાધારકો માટે સારા અને ખરાબ સમાચાર, જાણો સરકારે શું નિર્ણય લીધો

0
193
  •  બે હપ્તાહને બદલે એક સાથે 1 જાન્યુ. પહેલાં 8.5 ટકા વ્યાજ ચુકવવા મંજૂરી
  • જો કે સરકારે વર્ષ 2019-20નો વ્યાજદર 0.15 ટકા ઘડાડી 8.5 ટકા કર્યો

નવી દિલ્હીઃ દેશના 6 કરોડ EPF ખાતાધારકો (EPF Interest News)માટે સારા અને ખરાબ બંને સમાચાર છે. સારા એટલા માટે કે આજે તેમના ખાતામાં એક સાથે 8.5 ટકા વ્યાજ આવી શકે છે. જ્યારે ખરાબ ન્યૂઝ એટલા માટે કે સરકારે વર્ષ 2019-20 માટેનો વ્યાજદર 0.15 ટકા ઘટાડી 8.50 ટકા કરી દીધો છે. અગાઉ આ દર 8.65 ટકા હતો.

સરકારે 2019-20 માટે કર્મચારી ભવિષ્ય નિધિ(Employees Provident Fund)પર 8.5 ટકાનો વ્યાજ એક સાથે ચૂકવી દેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંભવ છે કે આ રકમ 1 જાન્યુઆરી 2021 પહેલાં પીએફધારકના ખાતામાં જમા થઇ જશે. આનો 6 કરોડ ઇપીએફ ધારકો (EPF Interest News)ને લાભ મળશે.

આ પણ વાંચોઃ IT રિટર્ન ભરવાની તારીખ વધારવામાં આવી

સપ્ટેમ્બરમાં વ્યાજની રકમ બે હપ્તાહમાં ચુકવવાનો નિર્ણય લેવાયો

અગાઉ સપ્ટેમ્બરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 8.5 ટકા વ્યાજની આ રકમને બે હપ્તા (8.15 અને 0.35 ટકા)માં ચુકવવામાં આવશે. પરંતુ શ્રમ મંત્રાલયે આ મહિને નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જે 2019-20 માટે PF ખાતાઓમાં 8.5% વ્યાજ (EPF Interest News)નો હપ્તો જમા કરાવવા માટે મંજૂરી માગી હતી.

EPFOઓ કેટલું રોકાણ કરે છે?

EPFO પોતાના ઈન્ક્રીમેન્ટલ કોર્પસના 15 ટકા સુધી ETFમાં રોકાણ કરે છે. નાણાકીય વર્ષ 2020માં EPFOને ઇક્વિટી રોકાણ પર માઈનસ 8.3 ટકા રિટર્ન મળ્યું હતું, જે નાણાકીય વર્ષ 2019માં 14.7 ટકા હતું. 8.5 ટકા વ્યાજ દર સાત વર્ષમાં સૌથી નીચું છે. 2018-19માં 8.65% વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. આમ 2018-19ની સરખામણીમાં 2019-20માં તે 0.15% જેટલું ઓછું છે.

આ પણ વાંચોઃ તમારી આવક કરપાત્ર ન હોય તો પણ રિટર્ન ભરવું જોઇએ? શું છે તેના ફાયદા

છેલ્લા 4 વર્ષોના EPF વ્યાજદર EPF Interest News

  • 2019 – 2020 8.50%
  • 2018 – 2019 8.65%
  • 2017 – 2018 8.55%
  • 2016 – 2017 8.65%

આવી રીતે EPF બેલેન્સ ચેક કરો

ઇપીએફ (EPF Interest News)નું બેલેન્સ 4 રીતે ચેક કરી શકાય છે. તેમાં સંગઠનની સાઇટ પરથી, ઉમંગ એપ દ્વ્રારા, મેસેજથી અને મિસ્ડ કોલ કરીને બેલેન્સ જેઇ શકાય છે.

1. EPFOની સાઇટ પર જઇને

  • >Epfindia.gov.in સાઇટ પર લોગઓન કરો.
  • > તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાંખો.
  • > ઇ-પાસબુક ક્લિક કરો.
  • > એક વખત તમામ વિગત નાંખશો તો નવું પેજ ખુલશે.
  • > હવે ઓપન મેમ્બર આઇડી પર ક્લિક કરો.
  • > તમારા ખાતામાં ઇપીએફ બેલેન્સ જેઇ શકો છો.

આ પણ વાંચોઃ નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યાં છે આ નિયમો, તમે કેટલાં તૈયાર?

2.UMANG Appના માધ્યમથી

  • >> UMANG એપ ખોલો.
  • >> EPFO પર ક્લિક કરો.
  • >> કર્મચારી કેન્દ્ર સેવા પર ક્લિક કરો
  • >> પાસબુક વિકલ્પ પર ક્લિક કરો.
  • >> તમારો UAN નંબર, પાસવર્ડ ફીડ કરો.
  • >> તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTPઆવશે.
  • >> ઓટીપી નાંખતા ઇપીએફ બેલેન્સ ચેક કરી શકાશે.
  • 3. મોબાઇલ પર SMS કરી બેલેન્સ ચેક કરો

જો તમારો UAN નંબર ઇપીએફએઓમાં રજીસ્ટર્ડ હોય તો તમને એસએમએસ પર બેલેન્સની માહિતી મળી શકે છે. તેના માટે આટલું કરો.

  • >> 7738299899 પર EPFOHO UAN ENG (છેલ્લા 3 અક્ષર ભાષા માટે છે) લખી SMS મોકલો.
  • >> બેલેન્સની માહિતી મળી જશે. પરંતુ તેના માટે તમારો UAN નંબર, બેન્કની માહિતી, પાન અને આધાર નંબર EPFOમાં લિંક્ડ હોવું જોઇએ.

4. મિસ્ડ કોલથી બેલેન્સ કેવી રીતે જોવું

તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર એક મિસ્ડ કોલ કરો. ત્યાર બાદ EPFO મેસેજ દ્વ્રારા પીએફની ડિટેઇલ તમને મળી જશે. અહીં પણ તમારો UAN નંબર, પાન અને આધાર નંબર ઇપીએફઓમાં લિંક્ડ હોવું જરુરી છે.

આ પણ વાંચોઃ નવા વર્ષમાં બેન્કની 56 રજાઓઃ માત્ર જાન્યુઆરીમાં જ અડધો મહિનો કામ થશે

PF એકાઉન્ટમાંથી કેટલા પૈસા કાઢી શકાય?

PF એકાઉન્ટમાંથી સંપૂર્ણ ઉપાડ માત્ર બે સંજોગોમાં શક્ય છે. એક રિટાયરમેન્ટ પછી અથવા કર્મચારી બે મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર થઇ ગયો હોય. ઇપીએફ સભ્ય એક મહિનાથી બેકાર હોય તો પેન્શન ફંડમાંથી કુલ પીએફ રકમના 75 ટકા ઉપાડી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9