આર્યન ખાન કેસમાં લાંચ લેવાના આરોપમાં ફસાયેલા એનસીબીના પૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે તેમને “દેશભક્ત” હોવાની સજા મળી રહી છે. વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે સીબીઆઈએ સમીર વાનખેડેના મુંબઈ સ્થિત ઘરે દરોડો પાડ્યા હતા.
વર્ષ 2021માં વાનખેડે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનની મુંબઈના એક ક્રૂઝ શિપમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં આર્યન ખાનને બચાવવા માટે વાનખેડે પર 25 કરોડ રુપિયાની લાંચ લેવાનો આરોપ છે. કહેવાય છે કે તેમની પાસેથી 50 લાખ રુપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ 12 કલાક સુધી વાનખેડેના ઘરની તલાશી લીધી હતી. ઉપરાંત સીબીઆઈએ તેના પિતાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ ત્રણ સરકારી કર્મચારી સામે કેસ દાખલ કર્યો હતો, 12 મેએ સમીર ઘર સિવાય 29 જગ્યાએ દરોડા પડાયા હતા. આ પછી સમીર વાનખેડે પર કેસ દાખલ કરવામાં આવ્યો. વાસ્તવમાં 2 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈના કોર્ડલિયા ક્રૂઝ પર એનસીપીએ દરોડા પાડ્યા હતા. અહીંયા રેવ પાર્ટી ચાલી રહી હતી. અહીંથી આર્યન ખાન સહિતના અનેક લોકોની ધરપકડ કરાઈ હતી.
Advertisement