અનુષ્કા શર્મા આજકાલ ઘણી ચર્ચામાં છે. ક્યારેક વિરાટ કોહલી સાથે ફોટા માટે તો ક્યારેક અન્ય કોઈ કારણસર… આ દિવસોમાં અભિનેત્રીના ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે અનુષ્કા શર્મા કાન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં ડેબ્યૂ કરશે.
અનુષ્કા શર્મા આ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં વિશ્વની અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ટાઈટેનિક એક્ટ્રેસ કેટ વિન્સલેટ સાથે જોવા મળશે.
ફ્રાન્સના રાજદૂતે ટ્વીટ બાદ અનુષ્કાના કાન્સમાં ડેબ્યુ કરવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં ફ્રેન્ચ એમ્બેસેડર, એમેન્યુઅલ લેનેને, વિરાટ કોહલી અને અનુષ્કા સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી, જેમાં અનુષ્કાના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાવનો સંકેત આપ્યો. ફ્રાન્સના રાજદૂતે લખ્યું, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને મળીને આનંદ થયો. મેં વિરાટ અને ટીમ ઈન્ડિયાને આગામી ટુર્નામેન્ટ માટે શુભેચ્છા પાઠવી છે અને અનુષ્કાની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સફર વિશે ચર્ચા કરી છે.”
તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે 16થી 27 મે સુધી યોજાશે.
Advertisement