ઘણાં દર્શકો પર રાજ કરતો બોલીવુડ અભિનેતા અજય દેવગન માટે ૨૦૨૩ના વર્ષની શરૂઆત ખાસ રહી નથી. ૩૦ માર્ચે થિયેટરમાં રિલિઝ થયેલી ભોલા ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સૂત્રોના મુજબ મળતી માહિતી મુજબ અજય દેવગન એક વાર ફરી હોરર-થ્રિલર ફિલ્મમાં વાપસી કરવાની તૈયારી બતાવી છે.
Advertisement
Advertisement
આ માટે અજય દેવગને કોઇ ડાયરેક્ટર સાથે હાથ મિલાવ્યો છે અને તે ફિલ્મ અજય પોતે પ્રોડયુસ પણ કરશે પણ હજુ સુધી ફિલ્મનું નામ ફાઇનલ થયું નથી. ઉલ્લેખનીય છે કે અજય દેવગને ઉર્મિલા માતોંડકરની સાથે ફિલ્મ ભૂતમાં કામ કર્યું હતું અને તે ફિલ્મ હિટ રહી હતી. જે બાદ અજય દેવગન આગામી સમયમાં ફિલ્મ કાલ કરી જે વર્ષ ૨૦૦૫માં રિલિઝ થઇ હતી.
આ ફિલ્મ પણ સુપરનેચલર થ્રિલર હતી. હવે ૧૮ વર્ષ પછી અભિનેતા અજય દેવગન હોરર-થ્રિલર ફિલ્મથી દર્શકોને ડરાવતો જોવા મળશે. આ ફિલ્મ માટે અભિનેતાએ નિર્દેશક વિકાલ બહલ સાથે પણ હાથ મિલાવ્યો છે. હાલમાં અજય દેવગન સિંઘમ સિરિઝની ત્રીજી અને રોહિત શેટ્ટી કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ સિંઘમ ૩ને લઇને ચર્ચામાં છે.
ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૩માં શરૂ થશે. આ વખતે સિંઘમ ૩માં લેડી સિંઘમ દીપિકા પાદુકોણ હશે. જો કે હજુ સુધી દીપિકાના પાત્રનો ખુલાસો થયો નથી. સિંઘમ ૩માં અજય દેવગન અને રોહિત શેટ્ટીની ૧૧મી વખત સાથે કામ કરી રહ્યા છે અને દર્શકોને એન્ટરટેઇમેન્ટ કરી રહ્યા છે.
Advertisement