રાજકોટ: ખોડલધામ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીને નરેશ પટેલે ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. ખોડલધામના કુલ નવા 43 ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને પણ ટ્રસ્ટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ નજીક અમરેલી ગામમાં શૈક્ષણિક સંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવશે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર આગેવાન હાજર રહ્યા હતા.