સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે પરાજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે એલેક્સ હેલ્સના અણનમ 86 રન અને જોસ બટલરના અણનમ 80 રનની મદદથી 16 ઓવરમાં જ વિના વિકેટે 170 રન બનાવીને પડકારને મેળવી લીધો હતો.
Advertisement
Advertisement
ભારતનો 10 વિકેટે પરાજય
ભારતે પ્રથમ બેટિંગ કરતા કેએલ રાહુલની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ કેપ્ટન રોહિત શર્મા પણ 27 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 14 રન બનાવ્યા હતા.
ભારત તરફથી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ આક્રમક રમત રમીને ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. વિરાટ કોહલીએ 40 બોલમાં 4 ફોર અને 1 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 5 સિક્સર અને 4 ફોરની મદદથી 63 રનની ઇનિંગ રમી હતી. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા.
જવાબમાં પડકારનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સે 7 સિક્સર અને 4 ફોરની મદદથી અણનમ 86 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરે 49 બોલમાં 3 સિક્સર અને 9 ફોરની મદદથી અણનમ 80 રન બનાવીને ઇંગ્લેન્ડને જીત અપાવી હતી.
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો
13 નવેમ્બરે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો રમાશે. પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને પ્રથમ સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોચ્યુ હતુ જ્યારે ઇંગ્લેન્ડ ભારતને હરાવીને ફાઇનલમાં પહોચ્યુ છે.
Advertisement