Gujarat Exclusive > ગુજરાત > એન્જિનિયરિંગ ડેના ઉપક્રમે જીટીયુ દ્વારા ઇ-પોસ્ટર સ્પર્ધાનું આયોજન

એન્જિનિયરિંગ ડેના ઉપક્રમે જીટીયુ દ્વારા ઇ-પોસ્ટર સ્પર્ધાનું આયોજન

0
284

અમદાવાદ: જીસેટ દ્વારા એન્જિનિયરિંગ ડે(engineering day)ના  ઉપક્રમે આયોજિત ઈ-પોસ્ટર સ્પર્ધામાં “ઈમ્પેક્ટ ઑફ ટેક્નોલોજી ઓન એન્વાયર્મેન્ટ એન્ડ બેઝિક નીડ”ની થીમ પર જીટીયુ (GTU) સંલગ્ન વિવિધ કૉલેજના 430 વિદ્યાર્થીઓએ પર્યાવરણલક્ષી સંદેશ આપતાં ઈ-પોસ્ટર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ડિઝાઈનની પરીક્ષા માટે 19 લાખના 1000 નંગ વાઉચર વિદ્યાર્થીઓને આપ્યા

જીસેટની પ્રણાલિ ઓઝા , જીઆઈડીસી એન્જિનિયરીંગ કૉલેજની ચાહના મિસ્ત્રી અને એપોલો ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરીંગની શકીના રામપુરવાલાને અનુક્રમે પ્રથમ 3 સ્થાને જીટીયુ દ્વારા એન્જિનિયરિંગ ડે (engineering day)નિમિત્તે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 10 હજારના પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ડિજીટલ માધ્યમ થકી પર્યાવરણલક્ષી સસ્ટેનિબિલીટી ડિઝાઈનની પરીક્ષા માટે 19 લાખના 1000 નંગ એક્ઝામ વાઉચર જીટીયુના કુલપતિના હસ્તે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ ગાંધીનગર MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ ગળે ફાંસો ખાધો

ધ એન્જિનિયર્સ રોલ ઇન સસ્ટેનેબિલિટી વિષય પર યોજાયેલો વેબિનાર

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) અને જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ(જીઆઈસી)ના સંયુક્ત ઉપક્રમે એન્જિનિયરિંગ ડે (engineering day)નિમિત્તે“ધ એન્જિનિયર્સ રોલ ઈન સસ્ટેનેબિલિટી” વિષય પર નેશનલ એન્જિનિયરીંગ દિવસની(engineering day) ઉજવણી કરવામાં આવી.

એન્જિનિયરિંગ ડે નિમિત્તે ડો. વિશ્વેશ્વરૈયાને યાદ કરવામાં આવ્યા

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભારતની પ્રાચીન ઈજનેરી પરંપરા વિશે ચર્ચા કરી હતી , આ ઉપરાંત સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે “ડેમ બિલ્ડર”ના નામથી જાણીતા અને ભારતરત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાને યાદ કરતાં જણાવ્યું હતું કે એમ. વિશ્વેશ્વરૈયાનું ઈજનેરી ક્ષેત્રેનું યોગદાન આજના આધુનિક ભારતમાં પણ સવિશેષ પ્રમાણમાં ઉપયોગી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ

 સસ્ટેનિબિલિટી ડિઝાઇન દ્વારા ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ શક્ય

જયારે એન્જિનિયરિંગ ડે (engineering day)નિમિત્તે“ધ એન્જિનિયર્સ રોલ ઈન સસ્ટેનેબિલિટી” વિષય પર જીઆઈસી આયોજીત વેબિનારમાં વિષય તજજ્ઞ રૂદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે, ઈકોફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવા માટે સસ્ટેનેબિલિટી ડિઝાઈનના ઉપયોગથી ટેક્નિકલી અને આર્થિક રીતે પણ દરેકને અનુકૂળ હોય એવી પ્રોડક્ટ્સ બનાવી શકાશે, જે દેશના અર્થતંત્રમાં પણ સહયોગી થશે.

જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, જીસેટના ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલ, જીઆઈસીના ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણ , ડિઆઈસી ઈન્ચાર્જ ડૉ. એસ. કે. હડિયા તથા એન્જિનિયરીંગ ટેક્નિકના એપ્લિકેશન મેનેજર ગૌરવ હરાને અને એજ્યુકેશન મેનેજર રૂદ્રેશ વ્યાસ જેવા વિષય તજજ્ઞો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.