Gujarat Exclusive > ગુજરાત > ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળનો અંત, નીતિન પટેલ સાથે ચર્ચા બાદ નિર્ણય

ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળનો અંત, નીતિન પટેલ સાથે ચર્ચા બાદ નિર્ણય

0
100

અમદાવાદ: ગુજરાતમાં ઓછા વેતન આપવામાં આવતુ હોવાની માંગ સાથે ઇન્ટર્ન ડૉક્ટર હડતાળ પર ઉતર્યા હતા જેનો અંત આવ્યો છે. ઇન્ટર્ન ડૉક્ટરોએ નીતિન પટેલ સાથે ચર્ચા કર્યા બાદ હડતાળ પૂર્ણ કરી હતી.

ઇન્ટર્ન ડૉક્ટરના પ્રતિનિધિઓએ જણાવ્યુ કે, ” સમગ્ર સરકારી મેડિકલ કોલેજ અને જીએમઇઆર કોલેજના પ્રતિનિધિઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, બરોડા ભાજપ શહેરના પ્રમુખ વિજય શાહની હાજરીમાં અમારા મુદ્દા મામલે ઉંડાણપૂર્વક અને વિગતવાર ચર્ચા કરી હતી. અમારા મુદ્દાઓને સંતોષવાની વિશ્વાસપૂર્વક ખાતરી આપેલ છે અને આ બાબતે આવતા બે-ત્રણ દિવસમાં વિશ્વાસનીય નિવારણ આપવાની ખાતરી આપેલ છે. આ બાંહેધરીને ધ્યાનમાં રાખતા અમે સર્વસમ્મતિથી નિર્ણય લઇ રહ્યા છીએ કે અત્યાર પુરતી બિન શરતી રીતે જે તબીબો હડતાળ પર હતા. જે પોતાની ડ્યુટી જોઇન કરશે. જે હડતાળ હતી તેને સ્થગિત કરેલ છે.”

રાજ્યમાં ઇન્ટર્ન ડૉક્ટર ઓછા વેતનની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા

ગુજરાત રાજ્યની સરખામણીએ દિલ્હીમાં ઇન્ટર્ન ડોક્ટરને 30 હજાર વેતન ચૂકવવામાં આવે છે. જ્યારે કેરળમાં પણ ડોક્ટરોને 28 હજાર વેતન ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં માત્ર 12500 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. ઇન્ટર્ન ડોક્ટરો માંગ કરી રહ્યા હતા કે તેમનું વેતન વધારવામાં આવે તેમજ બોન્ડ રદ કરવામાં આવે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને દિવસના 500 રૂપિયા ચૂકવવામાં આવે છે જ્યારે અમે ઇન્ટર્ન હોવા છતાં પણ અમને એમના કરતા ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૉવિડ કોર્ડીનેટર તરીકે કામ કરનાર તેમજ ફોન પર કોવિડ અંગેની સલાહ આપનારને પણ મહિને પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે જ્યારે અમે હાઈ રિસ્ક સાથે હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં કામ કરીએ તેમ છતાં અમને 12500 રૂપિયા ચૂકવવામાં આવે છે.

 

 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9