Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિલ પસાર થતા અંતે ગુજરાતની લઘુમતી શાળાઓમાં શિક્ષક ભરતી કૌભાંડનો અંત

બિલ પસાર થતા અંતે ગુજરાતની લઘુમતી શાળાઓમાં શિક્ષક ભરતી કૌભાંડનો અંત

0
147

શાહબાઝ શેખ, અમદાવાદ: ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતની લઘુમતી શાળાઓમાં શિક્ષક ભરતી મામલે ટ્રસ્ટીઓ સહિત શાળા સંચાલકો પોતાની મનમાની કરી ભરતી માટે લાખો રૂપિયાની માંગણી કે સગા વાદ ચલાવી શિક્ષકોની ભરતી કરતા આવ્યા છે. જેની વારંવાર સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, આગેવાનોનેં તેમજ ટ્રસ્ટીઓનું ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં કોઈજ નક્કર પગલાં લેવાતા નહોતા, તેમ અમદાવાદના સામાજિક કાર્યકર્તા શાહિદ એમ શેખએ જણાવ્યું હતું.

શાહિદ એમ શેખ જોડે થયેલ વાત મુજબ એમણે જણાવ્યું હતું કે, વર્ષ 2001 પછી અમદાવાદની લઘુમતી સ્કૂલોમાં ફેમિલી ડીપાર્ટમેન્ટની ભરતીનો જન્મ થતો જોવા મળેલ છે, દરમિયાન જયારે પણ શાળાઓમાં ભરતી બહાર પડે એટલે પોતાના સગા વ્હાલાનું નામ મુકી મેરીટમાં હોંશિયાર અનુભવી ઉમેદવાર આગળ હોવા છતાં એને મૌખિક ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપી પોતાના અંગતનું સેટિંગ કરવામાં આવતું. ઉપરાંત ભરતી પ્રક્રિયા દરમિયાન મેરીટમાં જો બહારના યોગ્ય લોકો આગળ જણાય તો તેમની જોડે મૌખિક ઇન્ટરવ્યૂમાં લાખો રૂપિયાની માંગણી કરાતી,આમ 15-20વર્ષની નૌકરી કાળનું વેતન ફક્ત સેટિંગમાં જતું હોવાથી અથવા મધ્યમ વર્ગના ઉમેદવાર હોવાથી હોંશિયાર ઉમેદવાર આખરે વીલા મોઢે પરત ફરતો અને પછી એની જ જગ્યાએ સ્કૂલના ટ્રસ્ટીઓ કે સંચાલકો પોતાના અગાઉથી ફિક્સ ઉમેદવારની વગર વિરોધે ભરતી કરતા જેના પરિણામે કેટલાય અન્યાય થયેલ ઉમેદવારો સહિત એમના પેરેન્ટ્સ એ સત્તાવાર રીતે વિરોધ પણ નોંધાવતા આવ્યા છે પરંતુ કોઈજ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા. ખુબ જ ચોકસાઈ પૂર્વક ભરતી કૌભાંડ કરતા હોવાથી અને મોટે સુધી સાંઠ ગાંઠ હોવાથી કોઈ પણ નક્કર પગલાં લેવા માટે માંગવામાં આવતા પ્રૂફ મળતા ના હોવાથી કોઈ પણ કાંઈ કરી શકે તેમ નહોતું.

જેના પરિણામે કેટલાય ઉમેદવારોના માં-બાપ નેં આટલી મેહનત કરી ભણાવવાનો રંજ રહેતો. પરિણામે લઘુમતી સમાજ છેલ્લી બે પેઢીથી ભણતરમાં રુચિ અને શિક્ષક બનવાનું સ્વપ્ન એક સાઈડમાં મૂકી બીજી અનેક ફિલ્ડમાં પગ મુક્યો છે. યાદ રાખીયે કે દરેક ફિલ્ડમાં જવા માટે યોગ્ય શિક્ષકો પાસેથી મળેલ યોગ્ય ભણતર જરૂરી છે.અનુભવની નજરે અયોગ્ય અને ફક્ત પેપર ઉપર યોગ્યતા બતાવી ભરતી કૌભાંડના લીધે હાલ છેલ્લી બે પેઢીનેં યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ મળે કઈ રીતે એ એક મોટો ગંભીર પ્રશ્ન રહી ગયો હતો.

વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ભાષાકીય તેમજ ધાર્મિક લઘુમતી સંસ્થાઓ ખાસ કરીને મુસ્લિમ સમાજ દ્વારા ચલાવાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંચાલક મંડળ પાસેથી શિક્ષકોની ભરતી કરવાની સત્તા છીનવાતા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આમ તો મુખ્ય રોષ એમનો પોતાનો અંગત સ્વાર્થ અને મનમાની બંધ થવાનો છે પરંતુ ના કહેવાય ના સહેવાય જેવી હાલત જોતા શાળાના ટ્રસ્ટીઓમાં અચાનક બધું જ ફરી વળ્યું હોય તેવો આઘાત જોવા મળી રહ્યો છે.

(સામાજીક કાર્યકર્તા,શાહિદ શેખ)

તારીખ 1લી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા સુધારા સાથેનું વિધેયક પસાર થયાં બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને બોર્ડે 3 જૂનના રોજ સત્તાવાર પરિપત્ર પણ પ્રસિદ્ધ કર્યો છે જેના મુજબ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની માફક લઘુમતી શાળાઓમાં પણ હવેથી કેન્દ્રીયકૃત ભરતી કરાશે. જેથી લઘુમતી સમાજનેં થઇ રહેલ અન્યાયનો પણ અંત આવશે.

શાહિદે વધુમાં જણાવ્યું હતું કે નોટિફિકેશન મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ની કલમ 17(26)ના અમલમાંથી ઉક્ત સુધારા અગાઉ લઘુમતી સ્કૂલોને ભરતી બાબતે મુક્તિ મળેલી હતી જેનો લાભ સગાવાદ, લાયકાત વિનાના મળતીયા ઉમેદવારોનેં થતો તેમજ લાખો રૂપિયાના કૌભાંડ એ જન્મ લીધો હતો.

આટલાથી વાત ના અટકતા ઘણા યોગ્ય હોંશિયાર, મેરીટમાં આગળ અને એ જ સ્કૂલોમાં ભણતા ઉમેદવારોનેં પછતાવાનો વારો આવતો તેમજ ગુમસુમ રેહનાર બેબસ ઉમેદવાર પોતાના ભણતરનેં કોસ્તો અને એની માઠી અસર નવી પેઢીને થતી જોવા મળી છે. આમ ભણતર અને ભરતી ઉપર કૌભાંડનો ભાર દુર કરી રાજ્ય સરકારે કાયદાની કલમ 40-(ક)માં કરેલ સુધારા મુજબ વિધેયક પસાર બાદ કાયદાકીય પરિસ્થિતિમાં ફેરફાર થયો છે,જેના અંતર્ગત લઘુમતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની નિમણુંકમાં રાજ્ય સરકારના ઠરાવેલ ધોરણો અને પદ્ધતિઓ લાગુ પાડેલ છે જેથી આવી શાળાઓમાં પણ અન્ય શાળાઓ માફક કેન્દ્રીયકૃત રીતે ભરતી કરવામાં આવશે. સતત 2 વર્ષના સંઘર્ષ બાદ વિધેયક પસાર થતા લઘુમતી સમાજે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(તસવીર પ્રતિકાત્મક છે)