Gujarat Exclusive > દેશ-વિદેશ > પુલવામામાં આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, બંને બાજુએથી ફાયરિંગ શરૂ

પુલવામામાં આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, બંને બાજુએથી ફાયરિંગ શરૂ

0
70
  • પુલવામાના મારવાલમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે (Encounter of Marwal Pulwama) અથડામણ
  • હાલમાં બંને તરફથી સામસામે ગોળીબારી શરૂ
  • ઘાટીમાં સૈન્ય વાહનોના કાફલાને ખીણમાં ઉડાવવાનું કાવતરું સોમવારે ફરીથી નિષ્ફળ

મારવાલ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Encounter of Marwal Pulwama) થઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી માહિતી મુજબ, આ અથડામણ મંગળવારના રોજ વહેલી સવારે પુલવામાના મારવાલ વિસ્તારમાં ચાલી રહી છે. કાશ્મીર ઝોનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોએ આ મોરચો સંભાળી લીધો છે. હાલમાં બંને તરફથી સામસામે ગોળીબારી (Encounter of Marwal Pulwama) શરૂ છે.

ખીણમાં લશ્કરી વાહનોને ઉડાવવાનું કાવતરું ફરી નિષ્ફળ

ઘાટીમાં સૈન્ય વાહનોના કાફલાને ખીણમાં ઉડાવવાનું કાવતરું સોમવારે ફરીથી નિષ્ફળ ગયું. આતંકવાદીઓએ શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર આઈઈડી પ્લાન્ટ લગાવ્યો હતો. તેને સમયસર શોધીને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. આ સાથે જ આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવામાં સફળતા પણ હાંસલ થઇ છે.

આ પણ વાંચો : લૉકડાઉનમાં કેટલા મજૂરોના થયા મોત? સંસદમાં સરકારે આપ્યો જવાબ

 

આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટનના કૂટા મોડ નજીક એક પુલ પાસે શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર આઈઈડી પ્લાન્ટ લગાવ્યો હતો. સવારે રોડ ઓપનિંગ પાર્ટીએ શંકાસ્પદ વસ્તુ દેખી. ત્યાર બાદ આ માર્ગ પર વાહનોની અવરજવરને બંધ કરી દેવામાં આવી હતી.

તપાસ કરતાં જાણવા મળ્યું કે તે આઈઈડી છે. જેની માટે બોમ્બ નિકાલની ટુકડી બોલાવીને તેને ડિફ્યુઝ (Encounter of Marwal Pulwama) કરવામાં આવ્યો. રોડ ઓપનિંગ પાર્ટીમાં શામેલ સ્નીફર કૂતરાંઓની મદદથી આઈઈડીને જપ્ત કરવામાં સફળતા હાંસલ થઇ. સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકીઓએ કૂટા મોડ વિસ્તારને પસંદ કર્યો કારણ કે અહીં વાહનોની ગતિ ઓછી હોય છે. જેથી વાહનોને ટાર્ગેટ કરવામાં સરળતા રહે.

આ પણ વાંચો : ચીનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, વુહાનની સરકારી લેબમાં જ બન્યો કોરોના વાઈરસ!

ઉત્તરી કાશ્મીરમાં સતત પ્રયાસો થઇ રહ્યાં છે

ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓ આઈઈડી દ્વારા સુરક્ષા દળોના કાફલાને સતત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ અગાઉ 11 સપ્ટેમ્બરના રોજ પણ આતંકવાદીઓએ બારામુલ્લા જિલ્લાના રફિયાબાદ વિસ્તારમાં ચતલૂરામાં 4 કિલો આઈઈડી પ્લાન્ટ લગાવ્યો હતો. જો કે તેને પણ નિષ્ક્રિય (Encounter of Marwal Pulwama) કરી દેવાયો હતો અને આતંકવાદીના કાવતરાને નિષ્ફળ બનાવાયું હતું. આ પહેલાં પણ આ જ રીતે અનેક વાર આવા પ્રયાસો થઇ ચૂક્યાં છે.

આ પણ વાંચો : PM મોદીના જન્મદિવસની આજથી ઉજવણીનો પ્રારંભ, અમદાવાદમાં તમામ વોર્ડમાં વૃક્ષારોપણ કરાયું