Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > આનંદો…દેશમાં નોકરીઓનો થશે વરસાદ! 200 વિદેશી કંપનીઓ ભારતમાં નાંખશે પ્લાન્ટ

આનંદો…દેશમાં નોકરીઓનો થશે વરસાદ! 200 વિદેશી કંપનીઓ ભારતમાં નાંખશે પ્લાન્ટ

0
465

લોકસભા ચૂંટણી બાદ દેશમાં નોકરીઓને વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે. ભારતમાં રોજગારીનો આ વરસાદ વિદેશી કંપનીઓના કારણે શક્ય બનવા જઈ રહી છે. ભારતમાં એક તરફ નોકરીઓ આવશે, તો ચીનને આ કારણે મોટો ફટકો પડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરનો સીધો ફાયદો ભારતને મળવાની આશા સેવાઈ રહી છે.

અમેરિકાની લગભગ 200 કંપનીઓ ચીન સાથેનો પોતાનો વેપાર સમેટીને ભારત તરફ નજર દોડાવી રહી છે. આ કંપનીઓ ભારતમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા વિચારી રહી છે. આ વાત અમેરિકા અને ભારતના સબંધોને વધારે મજબૂત કરનાર સ્વયંસેવી સમૂબ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમે જણાવી છે.

આ સમૂહે જણાવ્યું કે, ચીનની જગ્યાએ અન્ય વિકલ્પ શોધી રહેલી કંપનીઓ માટે ભારતમાં સારી તકો ઉપલબ્ધ છે. સમૂહના અધ્યક્ષ મુકેશ અધીએ જણાવ્યું કે, અનેક કંપનીઓ તેમની સાથે વાત કરી રહી છે અને પૂછી રહી છે કે, ભારતમાં રોકાણ કરીને કેવી રીતે ચીનનો વિકલ્પ તૈયાર કરી શકાય તેમ છે? અમે નવી સરકારને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા સૂચન કરીશું.

અમે જોઈ રહ્યાં છીએ કે, ઈ-કોમર્સ જેવા નિર્ણયોને અમેરિકી કંપનીઓ પ્રાદેશિક ફેક્ટરને અવગણીને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને માની રહી છે. રોકાણકારોને આકર્ષિત કરવા માટે નવી સરકારને શું કરવું જોઈએ? તેવા પ્રશ્નની જવાબમાં તેઓએ જણાવ્યું કે, નવી સરકારે સુધારાની ગતિને તેજ કરવી પડશે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી પડશે. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વેપારની સમજૂતીની ભલામણ પણ કરી છે.