Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કેન્દ્રનો મોટો નિર્ણયઃ મોંઘવારી ભથ્થુ ડબલ કર્યું, 1.50 કરોડ સરકારી કર્મીને થશે લાભ

કેન્દ્રનો મોટો નિર્ણયઃ મોંઘવારી ભથ્થુ ડબલ કર્યું, 1.50 કરોડ સરકારી કર્મીને થશે લાભ

0
210

નવું વેરિયેબલ ડીએ 1 એપ્રિલ 2021થી અમલી થશે, કર્મીઓનું લધુત્તમ વેતન વધશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (Employees DA double ) ડબલ કરી દીધુ. જેનો 1.5 કરોડ કર્મચારી અને પેન્શનર્સને લાભ થશે. કેન્દ્રીય શ્રમ અને કર્મચારી મંત્રાલયે વેરિયેબલ(ફેરફારને પાત્ર) માસિક મોંઘવારી ભથ્થુ 105થી વધારી 210 રૂપિયા કરવાનો નિર્ણય લીધો. નવું DA 1 એપ્રિલ 2021થી લાગુ થશે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ વેતનમાં વધારો થશે.

આ પગલાંનો કેન્દ્રીય કર્મચારીઓ, રેલવે, ખાણ, ઓઇલ ફિલ્ડ, પોર્ટના કર્મચારીઓને લાભ મળશે. વધેલુ મોંઘવારી ભથ્થુ કોન્ટ્રક્ટ અને કેજ્યુઅલ બંને કર્મચારીઓને મળશે. આ અંગે ચીફ લેબર કમિશનર ડીપીએસ નેગીએ જણાવ્યું કે માસિક મોંઘવારી ભથ્થુ 100 ટકા વધારવામાં આવ્યું છે. હવે તે મહિને 105 રૂપિયાને બદલે 210 રૂપિયા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ એરલાઇન્સના સર્વર પર સાઇબર એટેકઃએર ઇન્ડિયાના લાખો યાત્રીના ડેટા ચોરાઇ ગયા

કોરોનાકાળમાં લાખો કર્મીઓ માટે રાહતની ખબર

હાલમાં સમગ્ર દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું હોવાથી કર્મચારીઓ માટે આ રાહતની ખબર છે. નોંધનીય છે. કે વેરિયેબલ ડીએ (Employees DA double )એવરેજ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ વર્કર્સ (CPI-IW)ના આધારે નક્કી કરાય છે.

મોંઘવારી ભથ્થુ એક વર્ષથી ફ્રિઝ

કોરોનાને કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ છેલ્લા એક વર્ષથી ફ્રીઝ કરી દેવાયું છે. જો કે 1 જુલાઇ 2021થી મોઁઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ બીજી લહેરે માથું ઉંચકતા પાછળથી ઇનકાર કરી દેવાયો હતો. જો એક જુલાઇથી ડીએ આપવાનું અમલ કરાશે તો તેનો 52 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ મળશે. ડીએના ત્રણ હપ્તા, 1 જાન્યુઆરી 2020, 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021 કર્મચારીઓના ખાતામાં આવવાના છે. પરંતુ ક્યારે આવશે તે હજુ નક્કી નથી.

DA બે પ્રકારનું હોય છે

મોઘવારી ભથ્થુ (DA)બે પ્રકારનું હોય છે. પહેલું ઔદ્યોગિક મોંઘવારી બથ્થુ, બીજુ વેરિયેબલ (પરિવર્તિત) મોંઘવારી ભથ્થુ. જેમાંથી વેરિયેબલ ડીએ દર 6 મહિને રિવાઇઝ થાય છે. રિટેઇલ મોંઘવારીના આધારે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને કામદારો માટે તેને રિવાઇઝ કરે છે. વેરિયેબલ ડીએની ગણતરી ત્રણ માપદંડો પરથી થાય છે.

આ પણ વાંચોઃ દાઝ્યાં પર પાટોઃ ખાદ્યતેલો ભડકે બળતા સરકાર લાદેલા સેસમાં થોડો ઘટાડો કરશે

ડીએ નક્કી કરવા માટેના ત્રણ માપદંડો

ડીએ નક્કી કરવા માટેનું પ્રથમ માપદંડ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ-CPI(ગ્રાહક ભાવાંક ઇન્ડેકસ) હોય છે. બીજુ સ્ટાન્ડર્ડ બેઝ અને ત્રીજુ સરકાર તરફથી મંજૂરી. સરકાર જ્યાં સુધી લઘુત્તમ વેતનમાં સુધારો નથી કરતી ત્યાં સુધી કોઇ ત્રીજા માપદંડમાં કોઇ ફેરફાર થતો નથી. સ્ટાન્ડર્ડ બેઝ ઇન્ડેક્સ પણ એક ટાઇપ પીરિયેડ માટે ફિક્સ હોય છે. જ્યારે CPIદર મહિને બદલાતું રહે છે. Employees DA double 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat