વોશિંગ્ટન: Twitterને જ્યારથી એલન મસ્ક (Elon Musk)એ ખરીદ્યુ છે ત્યારથી ટ્વિટર અલગ અલગ વાતોને લઇને ચર્ચામાં છે. આ વચ્ચે કંપનીના CEO એલન મસ્કે યૂઝર્સ માટે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી ક્રિએટર્સને ફાયદો થવાનો છે. એલન મસ્કે એક ટ્વીટ કરીને કહ્યુ કે હવે કંપની એડથી થતી કમાણીને ક્રિએટર્સ સાથે શેર કરશે. એલન મસ્કે કહ્યુ કે ટ્વીટર થ્રેડ વચ્ચે આવતી જાહેરાત અથવા વીડિયો સાથે આવતી Adsથી થતી કમાણી કંટેટ ક્રિએટર સાથે કંપની શેર કરશે અને લોકો પૈસા કમાઇ શકશે, જેની શરૂઆત 3 ફેબ્રુઆરી 2023થી થઇ ગઇ છે.
Advertisement
Advertisement
Starting today, Twitter will share ad revenue with creators for ads that appear in their reply threads
— Elon Musk (@elonmusk) February 3, 2023
કોણે થશે ફાયદો?
કંપની Adsથી થતી કમાણીનો ભાગ માત્ર તે યૂઝર્સને આપશે જેમણે ટ્વિટર બ્લૂનું સબ્સક્રિપ્શન લીધુ હશે. સામાન્ય યૂઝર્સને તેનો કોઇ લાભ નહી મળે. મહત્વપૂર્ણ છે કે, એલન મસ્કે પહેલા લોકોને ટ્વિટર બ્લૂ માટે પૈસા લીધા હતા અને હવે તે તેમણે કમાણી કરવાની તક આપી રહ્યુ છે. ક્રિએટર્સને કમાણીનો કેટલો ભાગ કંપની આપશે અથવા તેની માટે શું પૉલિસી રહેશે તેની જાણકારી હજુ ખુલીને સામે આવી નથી. માનવામાં આવી રહ્યુ છે કે એલન મસ્કના આ પગલાથી ટ્વિટર બ્લૂ સબ્સક્રાઇબરની સંખ્યામાં વધારો થશે કારણ કે કંપની માત્ર તે લોકો સાથે રેવેન્યૂ શેર કરશે.
ટ્વિટર બ્લૂથી આસાનીથી મળી જાય છે બ્લૂ ટિક
ટ્વિટર બ્લૂનું સબ્સક્રિપ્શન લઇને આસાનીથી એકાઉન્ટ પર બ્લૂ ટિક મળી જાય છે. આ સિવાય કેટલાક અન્ય ફાયદા પણ ટ્વિટર બ્લૂ યૂઝરને મળે છે. જોકે,ભારતમાં આ સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ કંપનીએ આ સર્વિસ યૂએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, યૂકે, સાઉદી અરબ, ફ્રાંસ જર્મની, ઇટાલી, પોર્ટુગલ અને સ્પેનમાં શરૂ કરી દીધી છે. ટ્વિટર એંડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ પાસેથી દર મહિને 11 ડૉલર ટ્વિટર બ્લૂ માટે ચાર્જ કરે છે જ્યારે વેબ યૂઝર્સે દર મહિને 8 ડૉલરની ચુકવણી કરવાની હોય છે.
Advertisement