Gujarat Exclusive > દેશ-વિદેશ > હવે વૉટર ID કાર્ડ થશે ડિજિટલ, તમારા મોબાઈલમાં આવી રીતે કરી શકો છો ડાઉનલોડ

હવે વૉટર ID કાર્ડ થશે ડિજિટલ, તમારા મોબાઈલમાં આવી રીતે કરી શકો છો ડાઉનલોડ

0
215

નવી દિલ્હી: 11માં રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day) એટલે કે આજે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) ડિજિટલ વોટર આઈડેન્ટી કાર્ડ (Digital Voter ID Card) લૉન્ચ કરશે. જેને મોબાઈલ ફોન કે કૉમ્પ્યુટર પર સરળતાથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકાય છે. આ ઈ-ઈલેક્ટર ફોટો આઈડેન્ટી કાર્ડ, ઈલેક્ટર ફોટો આઈડેન્ટી કાર્ડનું નૉન-એડિટેબલ ડિજિટલ વર્ઝન હશે, જેને ડિજિ લૉકરમાં સુરક્ષિત રાખી શકાય છે અને પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફોર્મેટ તરીકે પ્રિન્ટ પણ કરાવી શકાય છે.

જેમાં ફોટો અને સીરિયલ નંબર, પાર્ટ નંબર વગેરે સાથે એક સુરક્ષિત QR કોડ પણ આપવામાં આવશે અને તેનાથી લોકો વૉટિંગ પણ કરી શકશે. એવામાં લોકોને ફિજિકલ કાર્ડને પ્રિન્ટ કઢાવવાવી ઝંઝટમાંથી છૂટકારો મળી જશે.

કેવી રીતે કરશો ડાઉનલોડ?
ડિજિટલ વૉટર ID કાર્ડ (Digital Voter ID Card) PDF ફોર્મેટમાં ઉપલબ્ધ હશે અને નવા મતદાતાઓને તેમના વૉટર આઈડી કાર્ડની હાર્ડ કોપી પણ મળી જશે. આ કાર્ડને વૉટર હેલ્પલાઈન એપ https://voterportal.eci.gov.in/ અને https://www.nvsp.in/ જઈને એક્સેસ કરી શકાય છે.

આ માટે (Digital Voter ID Card) તમારે વોટર પોર્ટલ પર લૉગિન કરવાનું રહેશે. જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી થકી એકાઉન્ટ બનાવવું પડશે. આ સિવાય જો તમારે તમારી પાસે પહેલાથી કોઈ એકાઉન્ટ હોય, તો લૉગિન કરીને e-EPICને ડાઉનલોડ કરી શકો છે.

આ પણ વાંચો:  ‘તો સમગ્ર દેશ તમારો આભાર માનશે’- ખેડૂતે PM મોદીની માતા હીરા બાને લખ્યો પત્ર

e-EPIC ઈનિશિએટિવ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેઝ 25 થી 31 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં નવા મતદાતાઓને કાર્ડ આપવામાં આવશે. જેમણે વોટર આઈડ કાર્ડ માટે એપ્લાય કર્યુ છે અને ફોર્મ-6માં પોતાના મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યા છે. તેઓ માત્ર પોતાના મોબાઈલ નંબરને સર્ટિફાઈ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકશે. જેમાં મોબાઈલ નંબર યુનિક હોવો જોઈએ અને પહેલા ECIની મતદાતા યાદીમાં રજિસ્ટર ના હોવો જોઈએ.

બીજા તબક્કાની શરૂઆત 1 ફેબ્રુઆરીથી થશે અને તેમાં એવા લોકો પોતાના ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. જેમના પોન નંબર ચૂંટણી પંચ સાથે જોડાયેલા છે. જે મતદાતાઓના ફોન નંબર ચૂંટણી પંચમાં રજિસ્ટર નથી, તેમણે પોતાની જાણકારી ચૂંટણી પંચ સાથે કન્ફોર્મ કરવી પડશે અને ડાઉનલોડની સુવિધાનો લાભ લેવા માટે પોતાનો મોબાઈલ નંબર લીન્ક કરાવવાનો રહેશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9