Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નર્મદા ડેમની 138.53 મીટર સપાટી: 2 મહિનામાં 360 કરોડની વીજળીનું ઉત્પાદન

નર્મદા ડેમની 138.53 મીટર સપાટી: 2 મહિનામાં 360 કરોડની વીજળીનું ઉત્પાદન

0
446

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી 138.53 મીટરે સપાટી નોંધાઇ છે.નર્મદા ડેમના 5 દરવાજા ખુલ્લા કરાયા છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે,નર્મદા ડેમમાં 88,951 ક્યુસેક પાણીના ઇનફલો સામે 96,781 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો.તા. 9 મી ઓગષ્ટ, 2019 ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજ દિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે.અને 9 મી ઓક્ટોબર,2019 ના રોજ સવારના 8:00 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 29,460 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે.જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં 24 કલાક દરમિયાન 1,874 મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલુ છે.

ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે પ્રથમ વખત નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138 મીટરની સપાટીએ પહોંચ્યો હતો.ડેમમાં પાણીની આવક થતાં 2 મહિનામાં અંદાજે 360 કરોડની વીજળીનું ઉત્પાદન થયું છે.અને આગામી 2 વર્ષ સુધી ગુજરાતને સિંચાઇ અને પીવાનું પાણી મળતુ રહેશે.હજુ પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે.નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવે છે.જેને 60 દિવસ પૂર્ણ થયા છે.આ 60 દિવસમાં આસરે 80 લાખ ક્યૂસેક પાણી નર્મદામાં વહી ગયું છે. લતેનાથી ભરૂચનો ખારાશનો પટ્ટ સુધારી ગયો છે.

ડેમમાં 88,951 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.અત્યારે સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી 138.53 મીટર છે.ડેમમાં 88,951 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.જયારે ડેમના 5 દરવાજા ખોલીને 96,781 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.છેલ્લા 24 કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 29,460 મેગાવોટ વીજ ઉત્પાદન થયું છે.જ્યારે C.H.P.H-કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ 50 મેગાવોટના યુનિટો મારફત છેલ્લા 24 કલાક દરમિયાન 1,874 મેગાવોટનું વીજ ઉત્પાદન નોંધાયું છે.

50 લાખ કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ગિફ્ટ, પાંચ ટકા મોઘવારી ભથ્થુ વધાર્યુ