ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 4.90 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 11.62 લાખ નવા યુવા મતદારો ઉમેરાયા છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
રાજ્યમાં 2.53 કરોડ પુરૂષ મતદાર
રાજ્યમાં 2.53 કરોડ પુરૂષ મતદાર જ્યારે 2.37 કરોડ મહિલા મતદાર નોંધાયા છે.
1417 થર્ડ ઝેન્ડર મતદાર
રાજ્યમાં 1417 થર્ડ ઝેન્ડર મતદાર નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 223 મતદાન છે જ્યારે અમદાવાદમાં 211 મતદાર છે. સુરતમાં પણ 159 થર્ડ ઝેન્ડર મતદાર નોંધાયા છે જ્યારે આણંદમાં 130 મતદાર નોંધાયા છે.
50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશે. બેઠક દીઠ 7 મહિલા સંચાલિત બુથ તૈયાર કરવામાં આવશે. પોલીસ સુરક્ષા કર્મીઓ પણ મહિલા હશે.51, 782 કુલ મતદાન મથકો છે જેમાંથી શહેરી મતદાન મથક 17,506 છે. રાજ્યમાં વિધાનસભાની 182 વિધાનસભામાંથી 142 સામાન્ય બેઠક છે જ્યારે એસસીની 13 અને એસટીની 27 બેઠક ફાળવવામાં આવી છે.
Advertisement