Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મહાનગરોની ચૂંટણીમાં આ વખતે ઘણા વોર્ડમાં 4ની પેનલો તૂટવાની આશંકા

મહાનગરોની ચૂંટણીમાં આ વખતે ઘણા વોર્ડમાં 4ની પેનલો તૂટવાની આશંકા

0
79

ભાજપના કડક નિયમો, કોંગ્રેસની અણધણતા ઉપરાંત AIMIM આપની હાજરી ગડબડ કરશે

અમદાવાદઃ ગુજરાતના 6 મહાનગરોના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની ઘડી આવી ગઇ. જો કે આ વખતે ઘણાં વોર્ડની પેનલો (Election Ward Panel) તૂટવાની ભરપુર આશંકા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પાર્ટી પણ મેદાનમાં છે. જેના લીધે પેનલોના વિજેતામાં ફેર પડશે.

સૌથી મહત્વનું પરિબળ ઉમેદવારોની પસંદગી માટે ભાજપે બનાવેલા કડક નિયમો અને કોંગ્રેસની છેલ્લી ઘડી સુધી ઉમેદવારો પસંદ નહીં કરવાની અણધડતા પણ આ વખતે 4ની પેનલો તૂટવા માટે કાપણભૂત થઇ શકે છે.

આ પણ વાંચોઃ વારંવાર ઉથલો મારતા કોરોનાનો ભય કહો કે ગમે તે, આ વખતે ચૂંટણી માહોલ જામ્યો નહીં

ભાજપના 3 નિયમ 4નો ખેલ બગાડી શકે

ભાજપન3 3 નિયમ 4નો ખેલ બગાડી શકે છે.  60 વર્ષથી વધુનાને, ત્રણ વાર ચૂંટાયેલાને અમે નેતાના પરિવારજનોને ટિકિટ નહીં આપવાના બનાવેલા નિયમોને કારણે નેતાઓ અને તેમના કાર્યકરોમાં નારાજગી સર્જી છે. ભાજપ મોવડી મંડળ ભલે દાવો કરતું હોય કે નેતાઓમાં નારાજગી નથી. પરંતું તે દંભ જેવું છે. અંદરખાને ટિકિટથી વંચિત રહેલા નેતાઓને આ નિયમ પચ્યો નથી.

ભાજપે 142માંથી 104ના પત્તા કાપ્યા

અમદાવાદની જ વાત કરીએ તો 192 બેઠકો પૈકી 142 ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી ભાજપે 104નું પત્તુ કાપી નાંખ્યું. માત્ર 38 સીટિંગ કોર્પોરેટરને રિપીટ કર્યા. જેની અસર આ વખતે તેની જીત પર કદાચ એટલી અસર નહીં કરે પણ વોર્ડના 4ની પેનલો (Election Ward Panel)જરુર તૂટી શકે છે. આ વાતનો ડર ભાજપને પણ છે.

આ પણ વાંચોઃ 6 મહાનગરોની કોર્પોરેશનના મતદાન માટે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારનો આવશે અંત

ભાજપ મોવડી મંડળે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. આથી, સિનિયરો નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે તો બીજી તરફ કોંગ્રેસની ટિકિટ વહેંચણીથી નારાજ કેટલાંક આગેવાનો સક્રિય રહ્યાં નથી સાથે બીજા પક્ષના ઉમેદવારોને જીતાડવામાં કામે લાગ્યા હોવાથી પેનલો (Election Ward Panel)તુટવાનો ડર સતાવી રહ્યો છે.

નવા વાડજ, સ્ટેડિયમ, મકતમપુરા પર નજર

અમદાવાદના ભાજપના ગઢ નવાવાડજ અને સ્ટેડિયમ તેમજ કોંગ્રેસના વર્ચસ્વવળા ગોમતીપુર અને મકતમપુરા પર સૌની નજર છે. કારણ કે રાજકીય પંડિતોના મતે આ વોર્ડમાં પેનલો તૂટવાની વધુ સંભાવના છે. વાડજ સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે.

સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે.કોંગ્રેસને મક્તમપુરા, જમાલપુર, બહેરામપુરા જેવા વોર્ડમાં પેનલો તુટવાનો ડર સતાવી રહ્યો છે. અહીં વેસીની પાર્ટી પેનલ તોડે તેવા અણસાર છે.

આ પણ વાંચોઃ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat