Gujarat Exclusive > રાજનીતિ > Election Result 2021: આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામ, મતગણતરી શરૂ

Election Result 2021: આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામ, મતગણતરી શરૂ

0
44

નવી દિલ્હી: આજે દેશના 5 રાજ્યોની રાજનીતિનો “સુપર સન્ડે” છે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરળ સહિત 5 રાજ્યોમાં મતદાન સંપન્ન થઈ ગયા બાદ દરેક જણ ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. Election Result 2021

પશ્ચિમ બંગાળની 292, અસમના 126, કેરળની 140, તમિલનાડુની 234 અને પોંડિચેરીની 30 બેઠકો પર થયેલા મતદાનના પરિણામો આજે આવવા જઈ રહ્યાં છે. આ માટે આજે રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં રાજ્યોની રાજકીય તસવીર સ્પષ્ટ થવા લાગશે અને સાંજ સુધીમાં નક્કી થઈ જશે કે, ક્યાં રાજ્યમાં કંઈ પાર્ટીની સરકાર બનશે?

પશ્ચિમ બંગાળમાં એક તરફ મમતા બેનરજી હેટ્રેકિની આશા રાખી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભાજપને પણ આશા છે કે, આ વખતે બંગાળમાં કમળ જરૂર ખિલશે. જ્યારે તમિલનાડુમાં DMK અને AIDMK વચ્ચે કાંટાની ટક્કર જોવા મલી રહી છે. બીજી તરફ કેરળમાં મુખ્ય મુકાબલો સત્તાધારી LDF અને કોંગ્ર્સના નેતૃત્વવાળા ગઠબંધન UDF વચ્ચે છે.

અસમમાં ભાજપ સત્તા જાળવી રાખવાની કોશિશ કરશે, તો પોંડિચેરીમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. હાલ કોણ સત્તાના સિંહાસન પર બેસશે અને કોણ સત્તાથી બેદખલ થશે? તેની જાણ થોડા કલાકો બાદ થઈ જશે.

આ પણ વાંચો: સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાને ભારતમાં પાવરફૂલ લોકો તરફથી મળી રહી છે ધમકીઓ Election Result 2021

આ તમામ રાજ્યોની કુલ 822 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ તેની મતગણતરી દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાના સખ્ત આદેશ આપી દેવામાં આવ્યાં છે. તમામ પાંચ રાજ્યોના કુલ 2,364 સેન્ટર્સ પર મતગણતરી થઈ રહી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 1113, કેરળમાં 633, અસમમાં 331, તમિલનાડુમાં 256 અને પોંડિચેરીમાં 31 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. Election Result 2021

કોરોના પ્રોટોકોલ મુજબ, કોઈપણ ઉમેદવાર કે તેનો એજન્ટ કોરોના નેગેટિવ રિપોર્ટ લાવ્યા વિના કાઉન્ટિંગ રૂમમાં પ્રવેશી નહી શકે. જ્યાં પણ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે, ત્યાં કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના રોકવાની સાથે કોરોના ગાઈડલાઈન્સનું સખ્તીથી પાલન કરાવવું પણ વહીવટી તંત્રની મોટી જવાબદારી બની ગયું છે.

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે 2021ના રોજ પૂરો થઈ રહ્યો છે. એવામાં 30 મે પહેલા કોઈપણ સંજોગોમાં વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી થવાની છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. છેલ્લા 10 વર્ષથી અહીં મમતા બેનરજી મુખ્યમંત્રી છે. જો કે આ વખતે ભાજપે પણ અહીં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat