Gujarat Exclusive > રાજનીતિ > 5 રાજ્યોનું વિધાનસભા રિઝલ્ટઃ મતગણતરી ટિટબિટ્સ, મમતા ફરી પાછળ

5 રાજ્યોનું વિધાનસભા રિઝલ્ટઃ મતગણતરી ટિટબિટ્સ, મમતા ફરી પાછળ

0
57

બંગાળમાં 11.30 સુધીમાં ભાજપની સરસાઇ ઘટી, તૃણમુલ બહુમતી તરફ

નવી દિલ્હીઃ 5 રાજ્યોમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી યોજાઇ ગયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ  (Election result tit bits)આજે રવિવારે આવવા માંડ્યા હજુ પ્રારંભિક રુઝાન ચાલુ છે. જેમાં બંગાળમાં દીદીની તૃણમુલ કોંગ્રેસે બહુમતીનો આંકડો મેળવી લીધો હતો. તમિલનાડુમાં સ્ટાલિનનો ડીએમકે, આસામમાં ભાજપ ગઠબંધન, કેરળમાં અપેક્ષા મુજબ ડીએલએફ અને પોડુચેરીમાં પણ ભાજપ સરસાઇ ધરાવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી પરિણામઃ 10 વાગ્યા સુધીના રુઝાનમાં તૃણમુલ કોંગ્રેસને બહુમતી

સવા 10 વાગ્યા પછીના રુઝાન પર એક નજર Election result tit bits

    • 2.05 વાગે 13મા રાઉન્ડના અંતે મમતા ફરી શુભેન્દુથી 3000 મતોથી પાછળ થયાં
    • 1.00 વાગે ચૂંટણી પંચે કહ્યું પરિણામોની ઉજવણી કરનારા સામે FIR નોંધવામાં આવે.
    • 12.45 ભાજપ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ટોલીગંજમાં 25000 મતથી પાછળ
    • 12.43 વાગે મમતા પહેલી વાર નંદીગ્રામ બેઠક પર 1500 મતથી આગળ નીકળ્યાં
    • 12.35 વાગે બંગાળમાં તૃણમુલ 208 , ભાજપ ઘટીને 80 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ
    • 12.30 વાગે આસામમાં ભાજપ+ 78 અને કોંગ્રેસ+46 બેઠકો પર આગળ
    • 12.04 વાગે નંદીગ્રામમાં 6 રાઉન્ડના અંતે દીદી શુભેન્દુ સામે 7,262 મતે પાછળ
    • 11.36 વાગે પુડુચેરીમાં એનડીએને 10 અને યુપીએને 3 બેઠકો પર સરસાઇ.
    • 11.33 વાગે બંગાળમાં તૃણમુલ 187 અને ભાજપની 100 બેઠકો પર સરસાઇ.
    • 11.31 વાગે આસામમાં ભઆજપ ગઠબંધનને 86 અને કોંગ્રેસ જોડાણને 38 બેઠકો પર લીડ
    • 11.21 વાગે તમિલનાડુમાં સ્ટાલિનના DMK(દ્રમુક) પક્ષ બહુમતી તરફ.
    • 11.13 વાગે કેરળમાં LDF 88 બેઠકો અને ભાજપ ગઠબંધન 4 પર આગળ.
    • 11.08 વાગે આસામના રુઝાનોમાં ભાજપ 80 બેઠકો, કોંગ્રેસ 39 બેઠકો પર આગળ હતા
    • 10.59 વાગે CM મમતા બેનરજી ભાજપના શુભેન્દુ અધિકારી સામે પાછળ.
    • 10.49 વાગે તમિલનાડુના રુઝાનોમાં ડીએમકેની 151 , AIADMK 76 પર આગળ
    • 10.44 વાગે બંગાળમાં ટીએમસી 171 અને ભાજપની 112 બેઠકો પર લીડ
    • 10.31 વાગે કેરળમાં એલડીએફ 92 બેઠકો પર સરસાઇમાં
    • 10.26 વાગે તમિલનાડુમાં ડીએમકેએ રુઝાનોમાં બહુમતીનો આકંડો પાર કર્યો.
    • 10.17 વાગે બંગાળના રુઝાનોમાં ટીએમસીની 150, ભાજપની 118 બેઠક પર લીડ Election result tit bits

આ પણ વાંચોઃ Covid-19 India: 24 કલાકમાં 3.92 લાખ નવા કેસ, 3.07 લાખ દર્દીઓએ કોરોનાને આપી માત

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat