Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં 15 પોલિંગ બૂથ પર મૉક વૉટ ડિલીટ કરવાનું ભૂલ્યા અધિકારી, પરિણામમાં થશે વિલંબ

ગુજરાતમાં 15 પોલિંગ બૂથ પર મૉક વૉટ ડિલીટ કરવાનું ભૂલ્યા અધિકારી, પરિણામમાં થશે વિલંબ

0
574

ગુજરાતમાં ચૂંટણી અધિકારી 15 પોલિંગ બૂથ પર મૉક વૉટ ડિલીટ કરવાના ભૂલી ગયા હતા. તેમની ભૂલના કારણે 11 લોકસભા બેઠકોના આ બૂથો પર વીવીપીએટી સાથે મતોની સરખામણી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 930 પોલિંગ બૂથો પર અનિવાર્ય રૂપથી VVPAT સ્લીપની સાથે મતગણતરી થશે. જેના પરિણામે પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે.

જે સંસદીય વિસ્તારોમાં બૂથો પર મૉક ચૂંટણી ડેટા ડિલીટ કરવામાં નથી આવ્યા તેમા પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ ઈસ્ટ, અમદાવાદ વેસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ અને જૂનાગઢનો સમાવેશ થાય છે.

અમદાવાદ વેસ્ટ, છોટા ઉદેપુર, ભરૂચ અને વલસાડ એવા સંસદિય વિસ્તાર છે, જ્યાં બે-બે બૂથો પર VVPATની સ્લીપની સરખામણી કરીને મતગણતરી હાથ ધરવામાં આવવાની છે. વાસ્તવિક મતદાન શરૂ થયા પહેલા ફરજ પરના ચૂંટણી અધિકારી દ્વારા રિઝલ્ટ બટન દબાવીને પોલિંગ એજન્ટને એ નક્કી કરવાનું હોય છે કે, આમાં કોઈ વૉટ રેકોર્ડ઼ નથી.

જે બાદ પોલિંગ એજન્ટની હાજરીમાં મૉક પોલના રૂપમાં 50 મત નાખવામાં આવે છે. જેની સરખામણી EVMની કન્ટ્રોલ યુનિટ સ્ટોર ઈલેક્ટ્રોનિક પરિણામ સાથે સરખામણી કરવામાં આવે છે.

આ સાથે જ સૌ કોઈની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાત પર છે, જ્યાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.