Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઇ-મતદાર ફોટો ઓળખપત્ર (e-EPIC) સુવિધા શરૂ થશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઇ-મતદાર ફોટો ઓળખપત્ર (e-EPIC) સુવિધા શરૂ થશે

0
148
  • e-EPIC કોમ્પ્યુટર કે મોબાઇલ દ્વારા અપલોડ કરીને સાચવી શકાશે, DG લૉકરમાં પણ અપલોડ થઈ શકશે

ગાંધીનગર: રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day) તા.25મી જાન્યુઆરીના રોજ ભારતના ચૂંટણી પંચ (Election Commission Of India) દ્વારા મતદારો માટે એક સુવિધાના પગલાં રૂપે ડિજિટલ ફોર્મેટમાં (e-EPIC ) ઇ-મતદાર ફોટો ઓળખપત્ર સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. આ e-EPIC (Eelectronic Photo Identity Cards) કોમ્પ્યુટર અથવા મોબાઇલ દ્વારા ડાઉનલોડ કરીને તેને સાચવી શકાશે. આટલું જ નહી, તેને ડીજી લૉકરમાં અપલોડ પણ કરી શકાશે અને તેની પ્રિન્ટ કાઢીને લેમિનેટ કરી શકાય છે.

આ e-EPIC મતદારોને આપવામાં આવતાં PVC-EPIC ઉપરાંત વધારાની સુવિધા છે. જે મતદારની ઓળખના (Voter ID) પુરાવા તરીકે ચૂંટણીના હેતુ માટે માન્ય રહેશે.

કેવી રીતે મેળવી શકાશે e-EPIC?
મતદારો e-EPIC 1) Voter Helping Mobile app ( Android/IOS ) અથવા 2) http//voterportal.eci.gov.in/ અથવા 3) https//nvsp.in/ પરથી ડાઉનલોડ કરી શકશે. આ માટે NVSP/Voter Portel પર રજીસ્ટર/લોગઇન કરો 2) Epic નંબર અથવા ફોર્મ રેફરન્સ નંબર દાખલ કરો. 3) રજીસ્ટર્ડ મોબાઇલ પર મળેલ OTP દાખલ કરો અથવા તો e-EPIC ડાઉનલોડ કરો.

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં જોવા મળશે મોઢેરાનું સૂર્ય મંદિર

મતદાર યાદી (Voter Lists) ખાસ સંક્ષિપ્ત સુધારણા-2021 દરમિયાન યુનિક મોબાઇલ નંબર સાથે નવા નોંધાયેલા મતદાર એટલે કે મતદાર યાદીમાં (Voter Lists) ફક્ત એક જ મતદાર સાથે સંકળાયેલો હોય તેવો મોબાઇલ નંબર ધરાવતા હોય તેવા નવા નોંધાયેલા મતદાર તા.25મી જાન્યુઆરીથી e-EPIC ડાઉનલોડ કરી શકશે. જયારે તા. 1લી ફ્રેબુઆરીથી યુનિક મોબાઇલ નંબર ધરાવનારા તમામ મતદારો e-EPIC ડાઉનલોડ કરી શકશે. આ સિવાયના મતદારો e-EPIC મેળવવા માટે સૌ પ્રથમ ઇ- KYC પ્રક્રિયા કર્યા બાદ e-EPIC ડાઉનલોડ કરી શકશે.

વધુમાં જણાવાયું છે કે, ડિજિટલ ફોર્મેટમાં e-EPIC ( ઇ-મતદાર ફોટો ઓળખપત્ર) મેળવવાની આ વધારાની અને વધુ ઝડપી સુવિધાનો લાભ લેવા મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) આગામી ફ્રેબુઆરી મહિનામાં યોજાવાની છે. તેના માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં મતલબ કે આ સપ્તાહમાં જ જાહેર થઇ જવાની શક્યતાઓ દેખાઇ રહી છે. (ફાઈલ ફોટો)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9