ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. ચૂંટણી કમિશનરે રાજ્યમાં ચૂંટણીની તૈયારીની સમીક્ષાનો અહેવાલ આપ્યો હતો. સાથે જ રાજ્યમાં મતદારોની સંખ્યાની જાણકારી આપી હતી. ગુજરાતમાં 4.83 કરોડ મતદારો છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં 4.83 કરોડ મતદાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો 12 ફેબ્રુઆરીએ કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. આ પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, ગુજરાતમાં 4.83 કરોડ મતદારો છે. જેમાં 2.50 કરોડ પુરૂષ અને 2.33 કરોડ મહિલા મતદારો છે. 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 11,842 મતદાર છે. રાજ્યમાં 80 વર્ષથી વધુ ઉંમરના 10.86 લાખ મતદારો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે, દરેક જિલ્લાની ચૂંટણી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી છે અને સમીક્ષા કરાઇ છે. તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને પણ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતના મતદારોને મતદાન કરવાની ચૂંટણી કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી. 10 ઓક્ટોબરે અંતિમ મતદાન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશએ. દરેક વિધાનસભામાં એક મોડલ મતદાન મથક બનશે. ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશે. બેઠક દીઠ 7 મહિલા સંચાલિત બુથ તૈયાર કરવામાં આવશે. પોલીસ સુરક્ષા કર્મીઓ પણ મહિલા હશે.51, 782 કુલ મતદાન મથકો છે જેમાંથી શહેરી મતદાન મથક 17,506 છે. સરેરાશ 934 મતદારો છે.
રાજ્યમાં વિધાનસભાની 182 વિધાનસભામાંથી 142 સામાન્ય બેઠક છે જ્યારે એસસીની 13 અને એસટીની 27 બેઠક ફાળવવામાં આવી છે.
Advertisement