નવી દિલ્હી: ચૂંટણી પંચે ગુરૂવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે, જેની હેઠળ રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. તે બાદ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે પરિણામની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન ચૂંટણી પંચે કેટલીક જાહેરાત પણ કરી છે.
Advertisement
Advertisement
પ્રથમ વખત વોટ નાખનારાઓ માટે સમર્પિત મતદાન કેન્દ્ર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે પ્રથમ વખત ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મત નાખનારા મતદાતાઓ માટે સમર્પિત મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે, જેની હેઠળ તમામ જિલ્લામાં એક એક મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે, તેમણે કહ્યુ કે આ કેન્દ્રના સંચાલન માટે પણ સૌથી નાની ઉંમરના કર્મચારીઓને જ તૈનાત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય યુવાઓને એમ જણાવવાનો છે કે તેમણે માત્ર મતદાન નથી કરવાનુ પણ ચૂંટણી પ્રક્રિયા મેનેજમેન્ટમાં ભૂમિકા પણ નીભાવવાની છે.
ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મત આપશે 3.23 લાખ યુવા મતદાર
ચૂંટણી પંચ અનુસાર, ગુજરાતની ચૂંટણીમાં આ વખતે 4,90,89,765 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશએ, જેમાંથી 3,23,422 યુવા પ્રથમ વખત મતદાન કરશે.
ચૂંટણી પંચે આ વખતે 1 જાન્યુઆરી, 2022 સુધી 18 વર્ષના યુવાઓને મતદાન કરવાની તક આપી છે. જેનાથી યુવાઓની સંખ્યામાં વધારો થયો છે, જેની હેઠળ કુલ મતદાતાઓમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદાર રજિસ્ટર્ડ છે. આ સિવાય 1,417 ટ્રાન્સજેન્ડર મતદાર પણ સામેલ કરવામાં આવ્યા છે.
શિપિંગ કન્ટેનરમાં બનાવવામાં આવશે મતદાન કેન્દ્ર
ચૂંટણી પંચ અનુસાર, ગુજરાતમાં મતદાનને બાર આપવા અને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં પણ મતદાન કેન્દ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મતદાન કેન્દ્ર ભરૂચના આલિયાબેટમાં બનાવવામાં આવશે. આ ગામમાં કુલ 217 મતદાર છે અને તેમણે અત્યાર સુધી મતદાન માટે 217 કિલોમીટર દૂર જવુ પડતુ હતુ. એવામાં મોટાભાગના મતદાર પરેશાનીથી બચવા માટે મતદાન જ કરતા નહતા પરંતુ હવે એવુ નહી થાય.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: 1 અને 5 ડિસેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
એક મતદાર માટે પણ બનાવવામાં આવશે મતદાન કેન્દ્ર
ચૂંટણી પંચે જણાવ્યુ કે ગુજરાતની ચૂંટણીમાં આ વખતે જાફરાબાદ પાસે અરબ સાગરમાં આવેલા એક ટાપુ શિયાળબેટમાં પણ મતદાન કેન્દ્ર બનાવવામાં આવશએ. આ ટાપુ પર માત્ર એક જ મતદાર રજિસ્ટર્ડ છે.
ચૂંટણી પંચે કહ્યુ કે તંત્રએ કેટલીક વખત તેની પાસેના મતદાન કેન્દ્ર પર લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે તૈયાર થયા નહતા. એવામાં આ વખતે તેમના મતદાન માટે 15 કર્મચારીઓની ટીમનું એક કેન્દ્ર ત્યા જ બનાવવામાં આવશે.
રેડ લાઇડ વિસ્તારમાં પહોચવાની તૈયારી
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યુ કે મતદાન વધારવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવશે. આ વખતે રેડ લાઇટ ક્ષેત્રમાં પણ પહોચ બનાવવામાં આવી છે અને દિવ્યાંગ, ટ્રાન્સજેન્ડર સાથે યૌન કર્મીઓના વધુમાં વધુ મતદાન કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.
ચૂંટણી કમિશનરે કહ્યુ કે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન (NACO) સાથે મળીને યૌન કર્મીઓને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તે રેડ લાઇટ ક્ષેત્રના લોકોને પણ પ્રતિનિધિત્વ આપવા માટે સંકલ્પિત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ અનુસાર બે તબક્કામાં 5 અને 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે નોમિનેશન કરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર હશે જ્યારે બીજા તબક્કા માટે 17 નવેમ્બરે નોમિનેશન કરવાની અંતિમ તારીખ હશે. પ્રથમ તબક્કાના નોમિનેશનની તપાસ 15 નવેમ્બર અને બીજા તબક્કાની તપાસ 18 નવેમ્બરે થશે. આ રીતે પ્રથમ તબક્કાના ઉમેદવાર 17 નવેમ્બર અને બીજા તબક્કાના ઉમેદવાર 22 નવેમ્બર સુધી નોમિનેશન પરત ખેચી શકશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકના પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement