Gujarat Exclusive > રાજનીતિ > ‘બંગારણ’-ચૂંટણી પંચે CM મમતાને મોકલી નોટિસ, 48 કલાકમાં માંગ્યો જવાબ

‘બંગારણ’-ચૂંટણી પંચે CM મમતાને મોકલી નોટિસ, 48 કલાકમાં માંગ્યો જવાબ

0
28

ચૂંટણી પંચે કહ્યું-મમતાનું ભાષણ વાંધાનજક અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે

કોલકાતાઃ બંગારણ હવે ચરમસીમાએ પહોંચી રહ્યું છે. ભાષણોની ભરમાર થઇ રહી છે. ત્યારે ચૂંટણી પંચે સીએમ મમતા બેનરજીને નોટિસ (Election commission notice Mamata) મોકલી દીધી અને 48 કલાકમાં જવાબ પણ માંગ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે તૃણમુલ નેતા મમતાને તેમના 3 એપ્રિલે આપેલા ભાષણ માટે નોટિસ મોકલી છે. મમતાએ એ ભાષણમાં જનમેદનીને લઘુમતી મતો ન નહેંચવા દેવાની અપીલ કરી હતી.

જેને પગલે વડાપ્રધાન મોદીએ સંકેતમાં કહ્યું હતું કે અમો હિન્દુઓને એક થઇ ભાજપને વોટ આપવાનું કહ્યું હોત તો પંચની 8-10 નોટિસો મળી ગઇ હોત.

આ પણ વાંચોઃ હિન્દુઓને એક થવાનું કીધું હોત તો, ચૂંટણી પંચની 8-10 નોટિસ મળી જાતઃ PM

ભાજપે 5 એપ્રિલે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી

ભાજપે મમતા બેનરજીના ત્રીજી એપ્રિલના ભાષણ સામે ચૂંટણી પંચમાં 5 એપ્રિલે ફરિયાદ કરી હતી. તેણે મમતા પર તુષ્ટિકરણનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ ચૂંટણી પંચે મમતાના નિવેદનને વાંધાજનક ગણાવ્યો. સાથે કહ્યું કે આ ભાષણ લોક પ્રતિનિધિત્વ કાયદા અને આચારસંહિતા (Election commission notice Mamata)નું ઉલ્લંઘન કરે છે.

મમતા બેનરજી જો કે તેમની સામેાન આરોપો ફગાવી દીધા હતા અને 5 એપ્રિલની એક જનસભામાં જણાવ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે મેં મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યું છે. હું તેમને જણાવી દેવા માંગું છું કે જ્યારથી હું અહીં છું, ત્યારથી હિન્દુ-મુસ્લિમો ભાઇચારાથી રહે છે. હું અહીં ના હોત તો આવું ન થાત.

પીએમ મોદીએ મમતાને ઘેર્યાં હતાં

નોંધનીય છે કે તકને ઝડપી લેવામાં માહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીને ઘેર્યા હતા. વડાપ્રધાને મંગળવારની રેલીમાં મમતા પર પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે દીદીએ તાજેતરમાં કહ્યું હતું કે મુસ્લિમો એક થઇ જાવ, વોટ વહેંચાવા ન દો. પરંતુ અમે જો કહ્યું હોત કે તમામ હિન્દુ એક થઇ જાવ ભાજપને વોટ આપો, તો ચૂંટણી પંચે અમને 8-10 નોટિસ મોકલી દેત. અખબારમાં અમારી વિરુદ્ધ કેટલાય લેખો લખાઇ ગયા હોત.

આ પણ વાંચોઃ બંગાળ: મોદી-શાહ પર મમતાનો પ્રહાર, કહ્યું- આટલા ખરાબ PM અને ગૃહમંત્રી જોયા નથી

પંચે 3 ચૂંટણી અધિકારીઓની કરી દીધી બદલી

કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા દક્ષિણ દીનાપુર, પૂર્વ વર્ધમાન અને પશ્ચિમ વર્ધમાનના જિલ્લા ચૂંટણી અધિકારીઓની બદલી કરી દીધી. Election commission notice Mamata

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat