Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં નેઇલ આર્ટથી ચૂંટણી પ્રચાર, યુવતીઓએ નખ પર બનાવ્યા ‘કમળ’ અને ‘પંજો’

રાજકોટમાં નેઇલ આર્ટથી ચૂંટણી પ્રચાર, યુવતીઓએ નખ પર બનાવ્યા ‘કમળ’ અને ‘પંજો’

0
55

રાજકોટ: તમે નેઇલ આર્ટ વિશે તો સાંભળ્યું જ હશે. જેમાં પોતાના નખને સુંદર અને આકર્ષક બનાવવા માટે નેઇલ આર્ટની મદદ લેવામાં આવે છે. વિવિધ પ્રકારના શેપ, રંગ અને ડિઝાઈનથી નખને શણગારવામાં આવે છે. જો કે હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે રાજકોટમાં નેઇલ આર્ટ થકી ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. Rajkot Nail Art

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરની યુવતીઓ પોતાના નખ પર રાજકીય પાર્ટીના સિમ્બોલની નેઇલ આર્ટ કરાવી રહી છે. જેમાં ભાજપના કમળ, કોંગ્રેસના પંજા અને આમ આદમી પાર્ટીના ઝાડૂ જેવા અલગ-અલગ ચૂંટણી ચિહ્નોની નેઇલ આર્ટ થકી પાર્ટીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. Rajkot Nail Art

શહેરની યુવતીઓ ભાજપના પ્રચાર માટે કમળના સિમ્બોલ સાથે ‘ભાજપ અડીખમ’ના સુત્રની નેઇલ આર્ટ કરાવે છે, તો કોંગ્રેસ માટે પંજાના સિમ્બોલ સાથે “એક મોકો કોંગ્રેસ”ના સુત્ર સાથેની નેઇલ આર્ટ કરાવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ નવા પ્રકારના પ્રચારની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. Rajkot Nail Art

આ પણ વાંચો: ભાજપમાં સામેલ થશે ‘મેટ્રો મેન’ ઈ.શ્રીધરન, કેરળ ચૂંટણી પહેલા ધારણ કરશે કેસરિયો Rajkot Nail Art

જણાવી દઈએ કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. આગામી 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. આ બન્ને ચૂંટણીનું પરિણામ પણ અલગ-અલગ આવશે. જેમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 23 ફેબ્રુઆરીએ અને તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 2 માર્ચે આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat