Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વારંવાર ઉથલો મારતા કોરોનાનો ભય કહો કે ગમે તે, આ વખતે ચૂંટણી માહોલ જામ્યો નહીં

વારંવાર ઉથલો મારતા કોરોનાનો ભય કહો કે ગમે તે, આ વખતે ચૂંટણી માહોલ જામ્યો નહીં

0
36
  • સંભવ છે કે કોરોનાના કારણે મતદાનની ટકાવારી પણ ઓછી હોય
  • ઓવૈસીની પાર્ટીને કારણે લઘુમતી વિસ્તારોમાં થોડો રંગ દેખાય છે

અમદાવાદઃ દેશમાં વારંવાર ઉથલો મારી રહ્યા કોરોનાનો ભય કહો કે ગમે તેમ આ વખતે ચૂંટણીનો જોઇએ તેઓ માહોલ (Election atmosphere)જામ્યો નહીં. સંભાવના છે કે કોરોનાને કારણે મતદાન પણ ઓછું થઇ શકે છે. તેથી તેની અસર પરિણામો પર પણ દેખાઇ શકે. અમદાવાદ સહિત રાજ્યના 6 મહાનગરોની મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીના મતદાન માટે ગણતરીની કલાકો રહ્યા છે. છતાં લોકોઅ અને કાર્યકરોમાં પણ હજી સુધી કોઇ ઉત્સાહ દેખાતો થયો નથી.

ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસોમાં ચૂંટણીનો એક જબરદસ્ત માહોલ (Election atmosphere)સર્જાય છે પરંતુ આ ચૂંટણીમાં લોકોની ભારે ઉદાસીનતા દેખાય છે. માત્ર નેતઓ એક બીજા પર આંગળી ચિંધી રહ્યા છે. કાદવ ઊછાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ 6 મહાનગરોની કોર્પોરેશનના મતદાન માટે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારનો આવશે અંત

આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં નસીબ અજમાવી રહી છે

આ વખતે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં નસીબ અજમાવી રહી છે. કેજરીવાલે તો તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે ઓવૈસીની પાર્ટીએ અમદાવાદ અને ભરુચની લઘુમતી બેઠકોને પ્રાધાન્ય આપ્યું છે. તેથી લઘુમતી વિસ્તારોમાં થોડુઘણુ વાતાવરણ જામ્યું છે. બાકી ભાજપન ગઢમાં કોઇ ઉન્માદ (Election atmosphere)નથી દેખાતો કદાચ ભાજપ અને તેના નેતાઓને પણ ગળા સુધી જીતવાનો વિશ્વાસ હશે.

સંપન્ન જ નહીં મધ્ય ઝોનમાં પણ લોકોમાં ઉદાસીનતા

ચૂંટણી પ્રત્યે આ વખતની ઉદાસીનતા અને નીરસતાનો માહોલ સંપન્ન અને શિક્ષિત મતદારોના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારમાં જ નથી. પણ શહેરના મધ્યઝોન એવા કોટ વિસ્તારમાં પણ છે. પૂર્વ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ (Election atmosphere)સાંજે જરૂર વર્તાય છે અને તેની અસર રાત્રે પણ દેખાય છે.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા PM મોદીનો 15 લાખ પેજ પ્રમુખોને પત્ર

ભાજપ-કોંગ્રેસની મતદારોને રિઝવવા પાર્ટીઓ

ભૂતકાળમાં રાત્રે પક્ષના ચૂંટણી કાર્યાલયોમાં મધરાત સુધી જામતો જમેલો આ ચૂંટણીમાં ક્યાંય જોવા મળ્યો નથી.  ભાજપ અનેકોંગ્રેસના ઉમેદવારો કોલોની સોસાયટી, મહોલ્લા, ચાલીઓમાં રાત્રે ગ્રૂપ મિટિંગ યોજી રહ્યા છે. મતદારોને રિઝવવા માટે ભોજન નાસ્તાની પાર્ટીઓ કરી રહ્યા છે. વચનો આપી રહ્યા છે. જો કે, આ રાજકીય ઊથલપાથલ કરનારા એજન્ટો જરૂર સક્રિય બન્યા છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરોના મોટા કાફલા સાથે સવારે અને સાંજે પ્રચારમાં નીકળી પડે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat