Gujarat Exclusive > દેશ-વિદેશ > 12 રાજ્યોની 57 સીટો પર પેટાચૂંટણી, જાણો કઇ સીટો પર મતદાન નહીં

12 રાજ્યોની 57 સીટો પર પેટાચૂંટણી, જાણો કઇ સીટો પર મતદાન નહીં

0
315
  • દેશમાં 56 વિધાનસભા સીટ અને એક લોકસભા સીટ પરની પેટાચૂંટણીની તારીખો જાહેર
  • 3 નવેમ્બરના રોજ મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી
  • ગુજરાતની આ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

નવી દિલ્હી : ચૂંટણી આયોગે (election 2020 news) ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 સીટો અને એક લોકસભા સીટ માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સીટો પર 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. જો કે, ચૂંટણી આયોગે નિર્ણય કર્યો છે કે આસામ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની 7 સીટો પર પેટાચૂંટણી નહીં યોજાય. જે સીટો પર ચૂંટણી નહીં યોજાય તેમાં આસામના રંગપારા, સિબસાગર, કેરલની કુટ્ટનાદ અને ચવારા, તમિલનાડુની તિરૂવોટિયૂર, ગુડિયાટ્ટમ (SC) અને બંગાળની ફલકટ (SC) સીટો છે.

કર્ણાટકમાં 28 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાશે

કર્ણાટકની વિધાનપરિષદ અને વિધાનસભાની બે-બે સીટો માટે 28 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી (election 2020 news) થશે. જ્યારે 2 નવેમ્બરના રોજ 2020ના રોજ મતગણતરી થશે. ચૂંટણી આયોગે જણાવ્યું કે, આ રાજ્યોમાંથી એવા ઇનપુટ મળ્યા હતાં કે જેમાં ચૂંટણી કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવાની વાત કરવામાં આવી છે. આસામ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ / મુખ્ય ચૂંટણી અધિકારીએ નિર્વાચન આયોગને ઇનપુટ મોકલ્યા હતાં. આસામ, કેરલ, તમિલનાડુ અને બંગાળમાં વિધાનસભાનો કાર્યકાળ ક્રમશ: 31/5/2021, 24/5/2021 અને 30/5/2021 સુધી છે.

ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે (election 2020 news)

રાજ્યમાં કપરાડા બેઠકથી જીતુ ચૌધરી, ડાંગથી મંગલ ગાવિત, લીંબડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, ધારીથી જેવી કાકડિયા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ અને અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામા આપ્યાં હતાં. જેથી આ બેઠકો ખાલી પડી હતી. જેની પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે અને દસમી નવેમ્બરે તેનું પરિણામ આવશે.

જે સીટો પર મતદાન યોજાશે તેમાં ગુજરાતની 8 સીટ, યૂપીની 7 સીટ, ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા અને કર્ણાટકની બે-બે અને તેલંગાના અને છત્તીસગઢની એક-એક સીટ છે. યૂપીમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. અહીં 3 નવેમ્બરના રોજ 7 સીટો પર પેટાચૂંટણી થશે અને 10 નવેમ્બરનાં રોજ પરિણામ આવશે. રામપુરની સ્વાર સીટ પર પેટાચૂંટણી નહીં યોજાય. બિહારથી લોકસભાની એક સીટ વાલ્મીકિ નગર પર પણ પેટાચૂંટણી (election 2020 news) માટે મતદાન 3જી નવેમ્બરનાં રોજ થશે.

આ રાજ્યોમાં ચૂંટણી નહીં યોજાય

ચૂંટણી આયોગે મંગળવારના રોજ આસામ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં હાલમાં પેટાચૂંટણી (election 2020 news) ની તારીખોની જાહેરાત નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આયોગે આ રાજ્યોના મુખ્ય સચિવો / મુખ્ય ચૂંટણી અધિકારીઓના ચૂંટણી અને આને સંબંધિત મુદ્દાઓના સંચાલનમાં કઠણાઇઓને વ્યક્ત કરવાવાળા ઇનપુટ મળ્યાં છે.

બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ ચરણમાં યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે 25 સપ્ટેમ્બરના રોજ બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar election news 2020) ની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, “કોવિડ મહામારીમાં ત્રણ ચરણોમાં ચૂંટણી કરવામાં આવશે. પ્રથમ ચરણની ચૂંટણી 28 ઓક્ટોબર 2020ના રોજ યોજાશે. બીજું ચરણ ત્રણ નવેમ્બર અને ત્રીજા ચરણની ચૂંટણી સાત નવેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી આયોગના અનુસાર, વિધાનસભા ચૂંટણી (election 2020 news) નાં પરિણામોની જાહેરાત 10 નવેમ્બર 2020ના રોજ કરવામાં આવશે.”

પ્રથમ ચરણમાં જ્યાં 16 જિલ્લાઓની સીટો પર મતદાન થશે તો બીજા ચરણમાં 17 જિલ્લાઓની 94 સીટો પર મતદાન કરવામાં આવશે. આ સિવાય ત્રીજા અને અંતિમ ચરણમાં 15 જિલ્લાઓની 78 સીટોં પર મતદાતા પોતાના અધિકારનો ઉપયોગ કરી શકશે.