Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: પુત્ર સહિત પરિવારમાં 4ના કોરોનાથી મોત, ડિપ્રેશનમાં વૃદ્ધાએ 9માં માળેથી લગાવી મોતની છલાંગ

સુરત: પુત્ર સહિત પરિવારમાં 4ના કોરોનાથી મોત, ડિપ્રેશનમાં વૃદ્ધાએ 9માં માળેથી લગાવી મોતની છલાંગ

0
117

સુરત: કોરોના મહામારીની લોકોના વેપાર-ધંધાને વધારે નુક્સાન પહોંચાડવા સાથે અનેક પરિવારનો માળો પણ પીંખી નાંખ્યો છે. એવામાં પોતાના સ્વજનોને ગુમાવીને માનસિક બીમાર થઈ ચૂકેલા લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલુ ઉઠાવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. અહીંના ભટાર સ્થિત વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષના ચંદ્રકાંતાબેન મીઠાણીએ સોમવારે સાંજે ફ્લેટના 9માં માળેથી જંપલાવીને આપઘાત કરી લીધો છે. Surat Suicide

આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલાના પુત્ર સહિત પરિવારના 4 સભ્યોના કોરોનાના કારણે મોત થયા બાદ તેઓ ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતા. જેના કારણે તેમણે અંતિમ પગલુ ભર્યું હોવાનું મનાય છે. ચંદ્રકાંતાબેનના પતિ હાર્ટ પેશન્ટ છે, એવામાં તેમની તબીયત પણ નાજૂક જણાવાઈ છે.

આ પણ વાંચો:  વૅક્સિનેશન કરાવ્યા બાદ પણ 475 લોકોના થયા મોત, સ્વાસ્થ્ય મંત્રાલયનું હાઈકોર્ટમાં સોગંધનામું Surat Suicide

ચંદ્રકાંતાબેનના દિયરનું 15મીં મેના રોજ કોરોનાના કારણે મોત થયું હતુ. જેના એક મહિના પહેલા તેમની બહેનનો પણ કોરોનાએ ભોગ લીધો હતો. અગાઉ ભત્રીજા વહુએ પણ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 12 એપ્રિલે 42 વર્ષના પુત્રને પણ કોરોના ભરખી ગયો હતો. મૃતક ચંદ્રકાંતાબેનનો તે એકમાત્ર પુત્ર હતો. એક પુત્રી છે, પરંતુ તેના લગ્ન થઈ ગયા છે.

મૃતક ચંદ્રકાંતાબેનનું પોસ્ટ મોર્ટમ કરનારા સિવિલ હોસ્પિટલના CMO ડૉ નિશા ચંદ્રનું કહેવું છે કે, મૃતદેહ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. મલ્ટીપલ ઈન્જરીના કારણે તેમનું મોત થઈ ગયું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat