Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > એલન મસ્ક જિયો/એરટેલને ટક્કર આપવા ઇન્ટરનેટ પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં

એલન મસ્ક જિયો/એરટેલને ટક્કર આપવા ઇન્ટરનેટ પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં

0
155
  • વિશ્વના સૌથી ધનવાન શખસની કંપની સ્ટારલિંક કેન્દ્ર સરકારની રાહ જુએ છે
  • સ્પેસ પ્રોજેક્ટ સ્ટારલિંકના સેટેલાઇટ મારફત દેશમાં બ્રોડબેન્ડ સેવા આપશે

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક ભારતમાં જિયો અને એરટેલને ટક્કર આપવા માટે ઇન્ટરનેટ (Elan Musk Internet)પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં છે. ઓટોમોબાઇલ અને સ્પેસ ક્ષેત્રે સિક્કો જમાવી ચૂકેલા એલન મસ્ક હવે ટેલિકોમ ક્ષેત્રમાં કૂદવાનો વિચાર કરી રહ્યાનું જણાયું છે.

ટેસ્લા કંપનીના માલિકની ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવાની યોજના

ભારતમાં મસ્ક (Elan Musk Internet) કઇ રીતે ઇન્ટરનેટ સેવા પુરી પાડશે. તે સવાલનો જવાબ છે કે તેઓ પોતાની ખાનગી સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX)ના અનોખા પ્રોજેક્ટ Starlink દ્વારા ભારતીય ટેલીકોમ બજારમાં ક્રાંતિ લાવવાની યોજના બનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ વિમાનમાં પ્રવાસ કરવો પડશે મોંઘો, 30% સુધી વધી શકે છે ખર્ચ

હાલ કંપનીના 10,000 એક્ટિવ યૂઝર્સ હોવાનો દાવો

મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ સ્પેસએક્સ ઝડપથી વધી રહેલા ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં સેટેલાઇટબેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરી શકે છે. નોંધનીય છે કે સ્ટારલિંક પ્રોજેક્ટમાં કંપની સેટેલાઇટ દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણામાં ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડી શકે છે. કંપનીનો દાવો છે કે હાલમાં આ સર્વિસના વિશ્વભરમાં 10,000 એક્ટિલ યૂઝર્સ છે.

મસ્કની ભારત-ચીનના એક ટ્રિલિયન માર્કેટ પર નજર

મીડિયા રિપોર્ટ મુજબ એલન મસ્ક (Elan Musk Internet)ની નજર ભારત અને ચીનના 1 ટ્રિલિયન માર્કેટ પર છે. કંપની અત્યારે બંને દેશોમાં ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ અને મરીનટાઇમ્સ સર્વસિસની માગ પણ પૂર્ણ કરવા માગે છે.

ટ્રાઇના કન્સલટેશન પેપર બાદ કંપનીનો જવાબ

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઇન્ડિયા (TRAI)એ ગત વર્ષે ઓગસ્ટમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી વધારવા અંગે એક કન્સલટેશન પેપર જારી કર્યું હતું. જેના જવાબમાં સ્પેસએક્સ સેટેલાઇટ ગવર્નમેન્ટ અફેરના વાઇસ પ્રેસિડેન્ટ પૈટ્રિશિયા કૂપર (Patricia Cooper)એ કહ્યું હતું કે જો સરકાર મંજૂરી આપશે તો સ્ટારલિંકના હાઇસ્પીડ સેટેલાઇટ નેટવર્કની મદદથી તમામ ભારતીયોને આવનારા સમયમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી શકે છે.

આ પણ વાંચોઃ દેશી ટ્વિટર Koo એપમાં લાગ્યા છે ચીનના પૈસા, હેકરનો દાવો- જાણકારી થઇ રહી છે લીક

કૂપરે કહ્યું કે આ સર્વિસ દેશના અંતરિયાળના ક્ષેત્રોમાં પણ સહેલાઇથી ઇન્ટરનેટ સેવા આપી શકે છે. Elan Musk Internet

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat