મુંબઇ: શિવસેનાએ ફરી એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો છે. પાર્ટીએ મુખપત્ર ‘સામના’માં લખ્યુ, આ પાક્કુ છે કે શિંદેએ વેદાંતા-ફૉક્સકૉન ડીલ પોતાના સીએમ પદના બદલે ગુજરાતને સોપી દીધી છે. અમે આ આરોપ નથી લગાવી રહ્યા પણ આ વિશ્વાસ છે.
Advertisement
Advertisement
શિવસેનાએ સામનાના એડિટોરિયલમાં લખ્યુ, આ ડીલ મહારાષ્ટ્રથી ગુજરાતને ઘણી આસાનીથી હસ્તાંતરિત કરવામાં આવી છે. ભાજપે એકનાથ શિંદેને કંપનીની ફેવર કરવા કહ્યુ અને આ કામ થઇ ગયુ. આ આરોપ નથી પણ અમારો વિશ્વાસ છે. જે રીતે ફડણવીસે આંતરરાષ્ટ્રીય નાણા કેન્દ્રને મુંબઇથી ગુજરાત મોકલ્યા, તે રીતે એકનાથ શિંદેએ વેદાંતા-ફૉક્સકૉન સોદાને ગુજરાતને સોપી દીધુ, કાલે આ મુંબઇને પણ વેચી મારશે.
શિવસેનાએ કહ્યુ, આ તો માત્ર શરૂઆત છે. વેદાંતા-ફૉક્સકૉન ડીલ તો સામાન્ય છે. આ સ્પષ્ટ છે કે ભાજપે શિંદેને કહ્યુ કે અમે તમને મુખ્યમંત્રી બનાવ્યા, તમારા ધારાસભ્યોને કરોડો રૂપિયા આપ્યા, હવે તમે મહારાષ્ટ્રના ખજાનાની ચાવી અમને સોપી દો. રાજ ઠાકરે દ્વારા કેસની તપાસની માંગ પર લખ્યુ કે આ સારી વાત છે કે તેમણે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ આરોપી તેમની મિત્ર ભાજપ છે. હવે મહારાષ્ટ્રના વિકાસના તમામ એન્જિન ગુજરાત તરફ વળી જશે.
સામનામાં કહેવામાં આવ્યુ કે શિંદેને મહારાષ્ટ્રના વિકાસને રોકવા માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શિંદે સૂરત અને ગુવાહાટીમાં પોતાના ધારાસભ્યોના બેન્ડને વિશ્વાસ અપાવી રહ્યા હતા કે ડરવાની કોઇ વાત નથી. હવે અમારી પાસે એક મોટી શક્તિ છે જે અમારૂ સમર્થન કરી રહી છે. અમે જે ઇચ્છીએ છીએ તે મળશે. શાબાશ શિંદે!. તમારે જે જોઇએ તે મળી ગયુ છે પરંતુ મહારાષ્ટ્રના યુવાઓ પાસેથી તેમના રોજગારની તક છીનવી લેવામાં આવી છે.
સામનામાં આ એડિટોરિયલ વેદાંતા-ફૉક્સકૉન સોદા પર વિવાદ વચ્ચે પ્રકાશિત થયુ છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ બુધવારે કહ્યુ હતુ કે એકનાથ શિંદેએ આપણા 40 ધારાસભ્યોને નહી પણ મહારાષ્ટ્રની મોટી પરિયોજનાઓને પણ ગુજરાત લઇ ગયા. આપણા રાજ્યમાં બે લાખ કરોડ અને એક લાખ રોજગારની તકના નુકસાન માટે કોણ જવાબદાર છે?
વેદાંતા સમૂહના અધ્યક્ષ અનિલ અગ્રવાલે સ્પષ્ટ કર્યુ કે પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કેટલાક મહિના પહેલા સ્વતંત્ર રીતે કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે બે અલગ અલગ પરિયોજનાઓ વચ્ચે ભ્રમ પેદા કરવા માટે કેટલાક મેસેજ પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. ફોન એસેમ્બલી એકમ માટે ફૉક્સકૉન ડીલ પર પહેલા સરકારે હસ્તાક્ષર કર્યા હતા પરંતુ વેદાંતા-ફૉક્સકૉનની શરૂઆત 2022માં થઇ હતી.
Advertisement