Gujarat Exclusive > ગુજરાત > લાભ પાંચમના દિવસે આઠેય ઉમેદવારોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા

લાભ પાંચમના દિવસે આઠેય ઉમેદવારોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા

0
91
  • વિધાનસભા અધ્યક્ષે તેમની ઓફિસમાં શપથ લેવડાવ્યા MLA

  • કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની નાદુરસ્ત તબિયતના કારણે સંક્રમણ ના ફેલાય તે હેતુસર અલગ શપથ ગ્રહણ કર્યા ML A

  • ભાજપના ધારાસભ્યોની સંખ્યા 111 પર પહોંચશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોમાં વિજેતા થયેલા ભાજપના ઉમેદવારો આજે લાભ પાંચમના દિવસે બપોરે 12/39 કલાકે ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા બીલડીગમાં આવેલા હોલમાં સાત ઉમેદવારોને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. સાત જણાને શપથ લેવડાવ્યા બાદ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની નાદુરસ્ત તબિયત હોવાના કારણે સંક્રમણ ના ફેલાય તે માટે તેમને અધ્યક્ષની ચેમ્બરમાં અલગથી શપથ લેવડાવ્યા હતા. આ ઉમેદવારો સાથે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 111 પર પહોંચી છે.  MLAMLA

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ તબક્કાવાર રાજીનામાં આપ્યા હતા. જેથી ખાલી પડેલી આ આઠ બેઠકો અબડાસા, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, મોરબી, લિબડી અને ગઢડા બેઠકોની 3જી નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા 5 જણાને ટિકિટ આપી હતી. 10મી નવેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામમાં ભાજપ આઠેય બેઠકો જીતી ગઈ હતી. આ જીતેલા ઉમેદવારોના આજે 19મી નવેમ્બરના રોજ ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા, રાજયકક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. MLA

આ પણ વાંચો :દિવાળીનું મિની વેકેશન પૂર્ણ, આજથી વેપાર-ધંધા પુન: ધમધમતા થયા

કોણ કોણે લીધા શપથ ?

બેઠક ધારાસભ્ય
ગઢડા આત્મારામ પરમાર
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા
મોરબી બ્રિજેશ મેરજા
ધારી જે.વી. કાકડિયા
કપરાડા જીતુ ચૌધરી
ડાંગ વિજય પટેલ
લીંબડી કિરીટસિંહ રાણા
કરજણ અક્ષય પટેલ