હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં જમણવાર પૂર્ણ થયા બાદ મહેમાનો ઘરે પરત ફરી રહ્યા હતા ફૂડ પોઈઝીંગની અસર થતા તમામને ખાનગી હોસ્પિટલ મારફત સારવાર આપવામાં આવતા સ્વસ્થ થયા હતા
મળતી વિગતો મુજબ હળવદના કુંભરપરા વિસ્તારમાં અન્નક્ષેત્રની બાજુમાં રહેતા કરમણભાઈ રાતડીયાના ઘેર શુભ પ્રસંગ હોય 200થી 250 માણસોનો જમણવાર યોજવમાં આવ્યો હતો જેમાં રાતભેર ગામેથી મોટી સંખ્યામાં મહેમાનો હરખના તેડામાં આવ્યા હતા. સામાજિક પ્રસંગમાં જમણવાર પૂર્ણ થયા બાદ મહેમાનો પરત ફરી રહ્યા હતા.
દરમિયાન તબિયત બગડી જતા ઝાડા ઉલટીના બનાવો બન્યા હતા જેથી તમામને ખાનગી હોસ્પિટલમાં અલગ અગલ સ્થળે દોડી ગયા હતા અને સારવાર કરાવી અને હાલમાં તમામની તબીયત સ્વસ્થ હોવાની માહિતી મળી હતી તો આં ફૂડ પોઈઝીંગની અસરના કારણે ૬૦ થી ૭૦ જેટલા મહેમાનોને અસર થઇ હતી
60 જેટલા મહેમાનોને ફૂડ પોઈઝીંગની અસર થતા અન્ય મહેમાનો અને પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ અન્ય કોઈની તબિયત બગડી ન હોય અને ફૂડ પોઈઝીંગની અસર થયેલ તમામ લોકો પણ સ્વસ્થ થતા પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો