Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > SC/ST/OBC ને સ્કોલરશીપ સહિતના શૈક્ષણિક લાભો 15 મહિનાથી બંધ

SC/ST/OBC ને સ્કોલરશીપ સહિતના શૈક્ષણિક લાભો 15 મહિનાથી બંધ

0
80
  • એક તરફ સંચાલકો તરફથી ફી માટે દબાણ, બીજીબાજુ સ્કોલરશીપ, ટયુશનની સહાય ચુકવાઇ નથી

  • વહેલી તકે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહિતના લાભો ચૂકવવા કોંગ્રેસની માંગ

ગાંધીનગર: ગુજરાતમાં અનૂસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા બક્ષીપંચના વિદ્યાર્થીઓને શિક્ષણ અધિકાર માટે તેમને નિયમ મુજબ મળવાપાત્ર નાણાંકીય લાભો, સ્કોલરશીપ 15 મહિનાથી અટવાયેલી છે તે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખા, અભ્યાસ ક્રમોમાં શાળા-કોલેજ, યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરી રહ્યાં છે. કોરોના જેવી મહામારીમાં સૌથી વધુ કોઇ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. 15 મહિના જેટલા સમયથી શાળા-કોલેજ-યુનિવર્સીટીના શૈક્ષણિક કેમ્પસ બંધ છે. વર્ગખંડનું શૈક્ષણિક કાર્ય સદંતર બંધ છે. જયારે ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યાંની જાહેરાતો થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, મંદી, મોંઘવારીમાં સપડાયેલા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા બક્ષીપંચના મોટાભાગના પરિવારોના સંતાનો માટે શિક્ષણની ઊંચી ફી ભરવી મુશ્કેલ છે. એક તરફ સંચાલકો સતત ફી માટે દબાણ કરી રહ્યાં હોય અને બીજીબાજુ રાજય સરકાર તરફથી નિયમ મુજબ SC/ST/OBCની સ્કોલરશીપ, ટયુશન અંગેની સહાય તથા અન્ય મળવાપાત્ર શૈક્ષણિક લાભોની ચુકવણી ના થાય તે કેટલાં અંશે વ્યાજબી?

વધુમાં ડો. દોશીએ એમ પણ જણાવ્યું છે કે, રાજય સરકાર મોટી મોટી જાહેરાતો પર ખર્ચ કરવાના બદલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચના બાળકોના શિક્ષણના અધિકાર માટે તેમને નિયમ મુજબ મળવાપાત્ર નાણાંકીય લાભો, સ્કોલરશીપ જે 15 મહિના જેટલા સમયથી અટવાયેલ છે. તે તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat